આટલું તો આપજે ,ભગવાન મને છેલ્લી ઘડી ,

આટલું તો આપજે ,ભગવાન મને છેલ્લી ઘડી ,
ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી .

આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં ,
અંત સમયે મુજને રહે, સાચી સમજ છેલ્લી ઘડી,

હાથ પગ નિર્બળ બંને જો શ્વાસ છેલ્લા સંચરે
તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી

હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપથી ,
તો આપજે શાંતિભરી નિદ્રા મને છેલ્લી ઘડી,

જયારે મરણ શૈયા પરે, મિચાય છેલ્લી આંખડી ,
તું આપજે ત્યારે પ્રભુ, દર્શન મને છેલ્લી ઘડી,

અગણિત અધર્મો મેં કર્યા ,તન મન,વચન, યોગે કરી,
હે ક્ષમાસાગર! ક્ષમા મુજને આપજે છેલ્લી ઘડી,

અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશ્મનો ,
જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી,
( અજ્ઞાત સંત)
( આ પ્રાર્થના રોજ એક વાર વાંચવી. પ્રાયશ્ચિત એક શ્રેષ્ઠ અનુભવ છે અને તે દ્વારા ઘણા કર્મોનો ક્ષય થાય છે. આ અંત સમયની પ્રાર્થના તો છેજ પણ રોજ એક વખત વાંચવાથી મદ અને અભિમાન નાં રોગો આત્માને લાગતા નથી એવું કંઈક અલ્પમતિ મને જણાય છે. જે કોઇ )

मेरे प्रभु!– अटल बिहारी वाजपेयी

ऊँचे पहाड़ पर,
पेड़ नहीं लगते,
पौधे नहीं उगते,
न घास ही जमती है।
जमती है सिर्फ बर्फ,
जो, कफन की तरह सफेद और,
मौत की तरह ठंडी होती है।
खेलती, खिल-खिलाती नदी,
जिसका रूप धारण कर,
अपने भाग्य पर बूंद-बूंद रोती है।
ऐसी ऊँचाई,
जिसका परस
पानी को पत्थर कर दे,
ऐसी ऊँचाई
जिसका दरस हीन भाव भर दे,
अभिनन्दन की अधिकारी है,
आरोहियों के लिये आमंत्रण है,
उस पर झंडे गाड़े जा सकते हैं,
किन्तु कोई गौरैया,
वहाँ नीड़ नहीं बना सकती,
ना कोई थका-मांदा बटोही,
उसकी छांव में पलभर पलक ही झपका सकता है। Continue reading

Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ

જીંદગી એક System છે,
તદ્દન નમાલી સિસ્ટમ …
નપાવટ, ને તોય
નકારી ન શકાય એવી,
સાવ કોમ્પ્યુટર જેવી,
નિખાલસ,
એટલી જ સરળ,
એટલી જ અટપટી,
એટલી જ, તરત જૂની થઈ જનારી …

ચહેરાના Screen પર
આશાનું કર્સર ફર્યા કરે અને
મનના Key Board ના ભાવ વિસ્તર્યા કરે.
ઘણાં તો એમાંય કારીગર
એક સાથે બે ત્રણ Application યૂઝ કર્યા કરે…

Network માં તો ઘણાંય છે
પણ લાગણીઓ LAN માં જાય નહીં
મહત્તમ સંબંધો તો Data Cable જેવા,
ક્યારે કનેક્શન કપાય કહેવાય નહીં,

ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા ને તૃષ્ણાના
ઢગલો  Software અહીં ચાલ્યા કરે,
અને એની સાથે અવશ્યંભાવી
લાલચ ને વાસનાના
વણજોઈતા Virus મહાલ્યા કરે.
ક્યાંક કોઈ શ્રધ્ધાનો, આશાનો
પ્રેરણાનો Anti Virus ચાલે
તો નવા પ્રલોભનો ઉગ્યા કરે, એને પૂગ્યા કરે.

Shut Down વખતે જ અહીં
Start નું મહત્વ સમજાય છે,
Word માં જ જીવન પતી જાય છે,
Sentence માં ક્યાં કદી જવાય છે?

My (Computer), My (Documents) અહીં પણ
જીંદગી જેવું જ મતલબી
પણ જીવન જ્યારે Crash થાય,
ત્યારે એ કશુંય નથી રહેવાનું
અરે એ તો  Restart પણ નથી થવાનું

શરીર છે System તો Data એ આત્મા
અને Admin Server એ સહુનો પરમાત્મા,
VNC એ પણ ચલાવ્યા કરે,
System ને System માં રાખ્યા કરે.

આંખોના Camera એ જોયું ઘણુંય તોય
Hard Disk માં બધુંય સંઘરાય નહીં
ને એ જ છે ફેર જીવન ને સિસ્ટમમાં
કે Back UP અહીં લઈ શકાય નહીં.

કાશ કાંઈક હોત જીવનમાં Refresh જેવું,
તો એની સાથે હું ય નવો થાતો,
Pirated Software જેવી આ જીંદગી
Open Source થઈને જીવી જાતો….

– જીજ્ઞેશ અધ્યારૂ

http://m.aksharnaad.com/2010/05/08/life-is-a-computer-system/

E mail Courtsey :M J Kapadia

પિતા ને અર્પું દશ નૂર….રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ)

પિતા ને અર્પું દશ નૂર....રમેશ પટેલ(આકાશદીપ) માવતરના ઉપકારના ઋણના ગુણગાન અને આદર સાથે અહોભાવ દર્શાવવા આપણા સાત જન્મો પણ ઓછા પડે અને  ઍટલે જ સાહિત્યમાં કવિઓએ મનભરીને એ ગાયા છે..માતાને માટે કવિશ્રી બોટાદકરનું ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ હૃદય સાથે લાગણી સભર રીતે કંડારાઈ ગયેલ છે. પિતાનું પણ આપણી પર બહું મોટું ઋણ છે અને તે શબ્દ ભાવે આજે સંતાનના ઉરમાંથી નિતરતું માણી એ……. પરમ કૃપાળું પરમાત્મા પિતાનું સર્જન કરવા બેઠા અને તેમને હૂર, પાણી ચઢ્યું ચાલો પિતાની મૂર્તિ ઘડતા પ્રભુની વાત કવિ હૃદયથી … Read More

via આકાશદીપ

પંચ તત્વની જેલ-ડો દિનેશ ઓ. શાહ

તાપણી કરીને બાળ્યા મેઁ તો ધરમ કરમના મેલ
જીવનના એકેએક દિવસે મેઁ જોયા જુદા ખેલ

જતન કરી ખુબ લાડ લડાવી માલીસ કરાવી તેલ
પઁચ તત્વની કાયા મારી જાળવી રાખી મેઁ જેલ

આતમ કેદી ઉડી જાશે એક’દિ ખાલી પડશે જેલ
માટીના મોર માટીમાં જાશે રડશે કોઈ નાની ઢેલ

વિદાય દેશે એક દિન સૌએ શણગારીને વેલ
જીવન પળમાં સરકી જાશે જેમ નદીની રેત

આશા તૃષ્ણા મહેચ્છા કેરા કંઈક ચણાવ્યા મહેલ
હૈયે હિઁમત રદયે રામ મારી સો જોજનની સહેલ

દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ,ફ્લોરીડા, યુ.એસ.એ.

ઓ પરમકૃપાળુ પરમેશ્વર

જૈન સ્તવન :

આલ્બમ : સ્તવન ગંગા
સ્વર – સંગીત – કવિ : ??

 

ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને

મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને

ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની અગન તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને

તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને

છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને

સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને

Courtsey: Jayshree Patel  http://tahuko.com/?p=6552

એજ લક્ષ્ય..

પ્રભુ દરસની પ્યાસ વધી
પ્રભુમાં સમાવાની આશ વધી
દયા કર હે કૃપાળુ પરમાત્મા
મુક્તિ તણી ઉત્તમ આશ વધી

સમજાયુ નિરર્થકપણું સંસારનું
વેરા આંતરાનું ગણિત સંસારનું
ખાલી હાથનું આવાગમન બધું
ફક્ત સહાય તારી જ ખરે સાચી

આયુષ્ય મળ્યુ તો તેને માણવું
રીત તો છે તે સાવ જ ખોટી
જે પ્રભુએ ત્યાગ્યુ તે પરનો મોહ
વિપરીત બુધ્ધી ભવાટવી જોગ.

મારું મારું જ્યાં કર્યુ તે તો ગયું
જાગ્યાત્યારે સમજાયું તે શમણું
ક્ષણનો પણ હો ના પ્રમાદ હવે
ભવાટવીની મુક્તિ એજ લક્ષ્ય