જૈન ધર્મ – અન્ય ધર્મની તુલનાએ -નીલા એન. શાહ

પોતાની મા ના વખાણ કોણ ન કરે ? હું જૈન છું માટે જૈન દર્શનના વખાણ કરું કે શ્રેષ્ઠતા પૂરવાર કરું તો એમાં કશું જ અજુગતુ નથી પણ આશ્ચ્રર્યની વાત તો એ છે કે જેમ સૂર્ય – ચંદ્ર – આકાશ – પૃથ્વી – પવન – વર્ષા બધાંના છે તેમ મહાવીર પ્રભુ પણ કેવળ જૈનોના જ નહીં પણ સમગ્ર વિશ્વનાં છે.

              ભારતના ૯ દર્શનોમાં યોગદર્શન, વેદાંતદર્શન, સાંખ્ય – દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વમિમાંસા, ઉત્તરમિમાંસા, બૌધ્ધદર્શન ચાર્વાક દર્શન અને જૈનદર્શન છે. જૈનદર્શનમાંથી જૈનદર્શનની વિશિષ્ટતાએ અનેરી છે…. કારણ કે ભગવાન ગૌતમબુધ્ધના નામથી બૌધ્ય દર્શન, ઈશુખ્રિસ્તના નામથી ઈસાઈ ધર્મ, વિષ્ણુ ભગવાનના નામથી વૈષ્ણવધર્મ, શિવના નામથી શૈવધર્મ દુનિયામાં  પ્રચલિત છે પણ મહાવીર કે ઋષભના નામે મહાવીર ધર્મ કે ઋષભ ધર્મ પ્રચલિત નથી. જેણે પછી કોઈપણ આત્માએ રાગ-દ્વેષ વગેરે અંતઃશત્રુને જીત્યા તે જિન કહેવાય અને તેમણે જે ધર્મ સ્થાપ્યો તે જૈન ધર્મ કહેવાયો, અને તેના અનુયાયીઓ જૈન કહેવાય. અહી નાત-જાત કે દેશકાળની કોઈ એક વ્યકિતને ધર્મ સ્થાપવાનો એકહથ્થુ અધિકાર નથી અપાયો. જેનામાં ધર્મ સ્થાપવા માટે સર્વજ્ઞતા અને વીતરાગતાનો ગુણ હોય તે જૈનદર્શન પૂજય પ્રણેતા તીર્થીંકર બન્યા – અહીં વ્યકિતના નામને નહી પણ ગુણને મહત્વ અપાયું છે આ જ જૈનદર્શનની વિશિષ્ટતા છે કે જેનામાં વ્યકિતની નહી પણ ગુણની પૂજા થાય છે.

              બ્રિટનના મહાન ચિંતક બર્નાડ-શો ને માત્ર આજ કારણે જૈનધર્મમાં જન્મ લેવાનું મન હતું. તેમણે કહ્યું કે, માત્ર જૈનધર્મ જ એવો છે કે જેમાં દરેક આત્માને પરમાત્મા બનવાનો હક્ક આપેલો છે. આમ, ખરા અર્થમાં ભગવાન બનવાની લોકશાહી માત્ર જૈનધર્મમાં જ છે. જૈન ધર્મમાં સૌથી મહાન અને આત્મકલ્યાણક શ્રેષ્ઠમંત્રને નવકાર મંત્ર તરીકે અનાદિકાળથી શાશ્વતો માનવામાં આવે છે. તેના પદોમાં કોઈપણ કાળે ફેરફાર થતો નથી અને જો કોઈપણ કારણસર તેમાં ફેરફાર થાય તો તેને મોટું પ્રાયશ્ચિત આવે છે. દા.ત. સિધ્ધસેન દિવાકર સૂરિ આ મંત્રની અને તેને પ્રરૂપેલા જૈનધર્મની દુનિયાની અજોડ વિશિષ્ટતાઓ એ છે કે કોઈ પણ નાત – જાત – દેશ – કાળ કે ધર્મમાં રહેલા આત્માઓ જો પંચપરમેષ્ઠિના કોઈ પણ પદે વિભૂષિત થવા યોગ્ય હોય તો તે પ્રત્યેકને જૈનો નમસ્કાર કરે છે. કયાં મળશે આવી વિશાળતા ? પરમ ઉદારતા ? ગુણપૂજાનો અદભૂત આગ્રહ ? બોલો, છે કોઈ બીજાધર્મમાં આવી વિશિષ્ટતા….?

              આ જ સિધ્ધાંત પર જૈનધર્મના ઇતિહાસમાં ઘણાં દ્રષ્ટાંતો છે. વૈશ્ય, ક્ષત્રિય, હરિજન, માછીમાર, કોઈપણ સ્ત્રી કે પુરુષ, આર્ય કે અનાર્ય, જૈ પણ હોય તેણે આ પ્રકારે દર્શાવેલ પંચ પરમેષ્ઠિના ગુણના સ્વરુપને સ્વીકારી પરમાત્મ પદ પામીને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયેલાના દ્રષ્ટાંતો જૈનધર્મમાં જોવા મળે છે. અને જૈનો તે તમામને માનપૂર્વક નમસ્કાર – વંદન – પૂજન કરે છે અને આના કારણે જ જૈનદર્શન – વિશ્વદર્શન તરીકે પ્રસિધ્ધિ પામ્યો છે.

              ચૌદ રાજલોકની ચાર ગતિવાળી સંસારની આ દુનિયાના તમામ સૂક્ષ્મ એકેન્દ્રિયથી માંડી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના દરેક ભવ્ય જીવોને જૈન ધર્મ સિધ્ધના આત્મા માને છે. આજે નહી તો કાલે તે તમામ આત્માઓ કર્મોને ખપાવીને મોક્ષમાં જનારા છે એથી જ તો બટાકા જેવા કંદમૂળમાં રહેલા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી માંડીને પૂર્ણ વિકસીત માનવમાત્ર સુધી તમામ જીવોની દયા ચિંતવી છે. તમામ પ્રકારની હિંસાનો ત્યાગ સિધ્ધાંતમાં અને આચરણ માં મૂક્યો છે. અને એટલે જ દરેક જીવો પ્રત્યે મૈત્રી ભાવ, ક્ષમાભાવ, કેળવવાની શીખ આપી જૈનધર્મ એ વિશ્વધર્મ બન્યો છે.

              દુનિયાના કયા દર્શને – કયા ધર્મે – કયા સાહિત્યે કે કયા વિજ્ઞાને આટલી ઉંડી દયાની અને વિશ્વમૈત્રીની વાત વર્ણવી છે ? ઈરિયાવહી…. સૂત્રમાં પ્રાણી માત્રને, જીવમાત્રને મારાથી જુદી જુદી રીતે પીડા થઈ હોય તેની ખરા ભાવથી ક્ષમા માંગવામાં આવે છે. આવી આચાર સંહિતા માત્ર અને માત્ર જૈનધર્મમાં જ દ્રષ્ટિગોચર થાય છે, અને આની અસર આત્મા ઉપર ત્યાં સુધી બતાવી છે કે સાચા હ્રદયથી તન – મનથી માંગેલી ક્ષમા અઈમુક્તકને કેવળજ્ઞાન અપાવી શકે છે વાહ….વાહ…. જૈન ધર્મ સિવાય કયાંય ના મળે અહિંસાના સિધ્ધાંતનો આવે બેનમૂન જોટો….!

              જૈન દર્શન નાસ્તિક નથી – જે અરિહંતના સ્વરુપમાં ઈશ્વર બને છે તે દુનિયાને ધર્મનું – સિધ્ધનું – મોક્ષનું,  જીવો નું સ્વરુપ બતાવવા તીર્થ સ્થાપી મોક્ષ માર્ગનું માર્ગદર્શન કરાવે છે. અર્થાત્ ઈશ્વર તરીકે – કે અરિહંત તરીકે કે  સિધ્ધના સ્વરુપમાં તમામ યોગ્ય જીવોને જૈનદર્શન સ્વીકારે છે અને ઈશ્વર બન્યા પછી મોક્ષમાં ગયેલા આત્માને પાછો બીજો અવતાર લઈ ધર્મનો માર્ગ સ્થાપનાર તરીકે સ્વીકારતા નથી પણ કોઈ નવી જ વ્યકિત ધર્મ લુપ્ત થયા પછી જયારે સમય પાકે ત્યારે અરિહંત બની એ જ પૂર્વનો મોક્ષમાર્ગ ફરીથી જગતના પ્રકાશમાં લાવે છે.

              જયારે અન્ય ધર્મમાં એક ની એક વ્યકિત વારંવાર ઈશ્વરના સ્વરુપમાં અવતાર રુપે સૃષ્ટિમાં ધર્મનું સ્થાપન કરવા આવે છે. જૈનધર્મને આ વાત મંજૂર નથી… જો એ વાત ને મંજુર કરે તો ઈશ્વરના સ્વરુપને પરિપૂર્ણ સમજવામાં અંતરાય આવે અને મોક્ષની સાર્થકતા નિષ્ફળ જાય – આમ, જૈનધર્મમાં પરસ્પર વિરોધાભાસ કે વિસંગતતા શાસ્ત્રોમાં જોવા મળતી નથી.

              સુવર્ણને ચકાસવા જેમ કસ – છેદ અને તાપ એ ત્રણે કસોટીમાંથી પસાર થવું પડે છે. તેમ ધર્મની પરીક્ષાનું કસ એટલે વિધિ – નિષેધના નિયમો, છેદ એટલે વિધિનિષેધને બાધક ન આવે તેવી આચાર – સંહિતા, અને તાપ એટલે વિધિ – નિષેધ અને તદનુસાર આચાર અનુષ્ઠાન પૂરક સિધ્ધાંતો હોવા જોઈએ – આ કસોટીમાં અન્ય ધર્મો કરતાં જૈન ધર્મ અણિશુધ્ધ પણે પરિપૂર્ણ રીતે આરપાર પસાર થયો છે.

              દુનિયા આખી એક વાત સ્વીકારે છે કે નામ એનો નાશ હોય આમ હોવા છતાં જૈન દર્શન કહે છે કે, વિશ્વમાં એવા પણ આત્મા છે કે જેના નામ અનંતો ચોવીશી સુધી પણ શાશ્વતા રહેવાના છે. આટલું ઉંડાણ માત્ર જૈનધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મમાં સુવ્યવસ્થિત રીતે રજુ થયેલું જોવા નહી મળે. ઋષભચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન અને બીજા શાશ્વતા પદાર્થો માં મેરુપર્વત-શેત્રુંજય વગેરે છે જેનો નાશ નથી.

              ભારતની સંસ્કૃતિનો ઈતિહાસ તપાસવામાં આવે તો પ્રાચીનકાળથી આ દેશમાં બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિમાં પ્રવૃત્તિધર્મ પર અને શ્રમણ સંસ્કૃતિમાં નિવૃત્તિ ધર્મ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મૂળવાત એ છે કે જૈન દર્શન બીજા અન્ય દર્શન કરતાં અત્યંત પ્રાચીન છે જેનું દ્રષ્ટાંત અન્ય દર્શનોના શાસ્ત્રોમાં જૈનધર્મના ઋષભદેવની સંસ્કૃતિ નો ઉલ્લેખ પૂરવાર કરે છે.

              કર્મવિજ્ઞાનની વાતો ભારતના તમામ દર્શનોએ સ્વીકારી છે અને પોતપોતાના શાસ્ત્રોમાં વર્ણવી છે. જેનો સારાંશ છે…. જેવું કરો તેવું પામો… એક માત્ર જૈન દર્શન જ આગળ વધીને કહે છે કે, કર્મ કરો તો પાપ-પૂણ્ય બંધાય – કર્મ ન કરો તો પણ પાપ પુણ્ય બંધાય…. કર્મથી વિરમો – ત્યાગો…. વિરતીમાં આવો તો જ પાપ – પુણ્યબંધથી અટકાય અને તો જ સકળકર્મો નો નાશ – મોક્ષ સિધ્ધિ શક્ય બને – જૈન દર્શન કહે છે, જેમ દુખ ભૂંડુ છે તેમ સંસારનું સુખ પણ  ભૂંડુ છે… પાપ લોખંડની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે એટલે જ તો જૈન સાધુ પુણ્ય અને પાપ એમ બન્નેને તોડવાનો ધર્મ કરે છે. અન્ય ધર્મોઓ પુણ્ય બાંધવા માટે ધર્મ કરે જયારે જૈન સાધુઓ પુણ્ય અને પાપ બન્નેને ખપાવવા માટે ધર્મ કરે…. આવું સૂત્ર દુનિયાભરના કોઈ પણ સંન્યાસ ધર્મમાં જોવા નહી મળે… આમ, ધર્મની ગૂઢ વાતો તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિસ્તારથી જૈન દર્શનકારોએ…. સર્વજ્ઞ ભગવંતોએ જે રીતે બતાવી છે તે દુનિયામાં ત્રણે કાળમાં કયાંય પણ જોવા નહી મળે.

              આ જૈનદર્શને દુનિયા જેને અન્યદર્શનના આત્માઓ માને છે તે કર્ણ, કૃષ્ણ, રાવણ, મહાદેવ વગેરે આગામી વર્ષોમાં જૈનોના તીર્થંકર થવાના એવું સત્ય ભવિષ્ય ભાખવામાં દ્રષ્ટિરાગ કેળવ્યો નથી કે માત્ર જૈનોના તીર્થંકરો તરફજ પક્ષપાત બતાવ્યો નથી.

              જૈન સાધુનું સંયમી જીવન પ્રત્યક્ષ જોવાથી જ જૈન ધર્મ તરફ માથુ ઝુકી ગયા વગર રહેતું નથી. નહી લાઈટ_ નહી માઈક – નહી ફલાઈટ – નહી માથે રક્ષમ – નહી પગમાં પગરખાં – નહી ઘરબાર – નહી વિજાતીય સ્પર્શ – પાંચ મહાવ્રતો, બાવીશ પરિષતો – દસ યતિધર્મો – અષ્ટપ્રવચન માતા પંચાચાર – તપ – સંયમવાળું જીવન જૈનદર્શન મહાન વિશિષ્ટતા છે, એને માથે કોઈ શાસ્ત્રોના પાના જોવા જરુરી નથી કે કોઈ તર્ક કે બુધ્ધિના વાદોની પણ જરુર નથી.

              જૈન ધર્મે આહારમાં ભક્ષ્યાભક્ષ્યનું જે સમયપત્રમ આપ્યું છે તે અન્યધર્મમાં કયાંય જોવા નહી મળે.

              લોકમાન્ય તિલક, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, બર્નાડ શો – જર્મનીના સંશોધક ડૉ હર્મન જેકોલ વગેરે અનેક વિદ્વાનોએ પોતાના અભ્યાસ અને સંશોધન બાદ જૈનધર્મની પ્રાચીનતા – મૌલિકતા – સૂક્ષ્મતા અને સ્વતંક્ષતા સ્વીકારી છે. આવી જૈનધર્મની જગપ્રસિધ્ધ મહત્તા આ વર્તમાન કાળમાં વિશ્વનાં ખૂણે ખૂણે જોવા મળે છે.

              જૈનધર્મના સ્થાપક જીનેશ્વર ભગવંતનું સર્વજ્ઞપણું વીતરાગપણું – સર્વશક્તિમાનપણું શાસ્ત્રમાં બતાવ્યા છતાં કોસ્મિક લો ના નિયમો તોડવાનું સામર્થ્ય ખૂદ તીર્થંકરો માં પણ નથી એ વાત જૈનદર્શકારો સ્વીકારે છે. છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકરો નિકાચીત કર્મો ભોગવ્યા વિના ક્ષય કરી શકે નહી અન્ય જીવોના નિકાચીત કર્મોમાં પણ ફેરફાર કરી શકે નહીં.

              પ્રભુ મહાવીરના જીવન પ્રસંગોને પોતાના ભગવાન તરીકે સ્વીકાર્યા હોવા છતાં તેમની પૂર્વભવોની ભૂલોના કટુફળોને શાસ્ત્રોમાં વર્ણવવામાં કશો જ સંકોચ રાખ્યો નથી કારણ કે અન્ય દર્શનની અપેક્ષાએ જૈનદર્શન એ સ્પષ્ટ સચોટ અને સત્યદર્શન છે.

              એક નવી દ્રષ્ટિથી વિચારીએ તો વિશ્વનુ સ્વરુપ જે ચૌદ રાજલોકમાં – ચાર ગતિમાં વહેંચાયેલું છે તેનું વિસ્તૃત વર્ણન પૂરા માપ – સ્થળ – અંતર વગેરે કોષ્ટકથી દુનિયાની ચોર્યાસી લાખ જીવયોનીનું સ્થાન વગેરેનું વિસ્તૃત વર્ણન ભૂગોળ દ્વારા – નકશાદ્વારા – ચિત્રદ્વારા જૈનદર્શનમાં જે રીતે કરવામાં આવ્યું છે તે બીજા કોઈ ધર્મમાં જોવા મળતું નથી. આજ વિષયમાં વધુ ઉંડાણથી જોઈએ તો અનાદિકાળથી સ્વયંસર્જિત સૃષ્ટિની સર્જનતા અને સર્જનહાર વિષેના સ્પષ્ટ ખ્યાલો જે જૈનદર્શનમાં જોવા મળે છે તે આજની આધૂનિક શોધખોળના તમામ પ્રશ્નોના ઉકેલ શોધવામાં મદદરુપ થાય તેમ છે.

              અંતમાં, આ લખવામાં જિનાજ્ઞા વિરુધ્ધ ઉત્સુત્ર ભાષણ થયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં…..

12 thoughts on “જૈન ધર્મ – અન્ય ધર્મની તુલનાએ -નીલા એન. શાહ

 1. ખુબ સરસ વાંચી ને ઘણું જાણવાનું મળ્યું હું પણ અંગત માનું છું કે જૈન ધર્મ અન્ય ધર્મ ને સપેક્ષ્ માં ઘણો ચડિયાતો અને મહાન છે જૈન ધર્મ ના પાયા નું જ્ઞાન ત્યાગ બલિદાન સયમ અને નવકાર મંત્ર થી સજ્જ જૈન ધર્મ જેવો દુનિયા નો બીજો કોય ધર્મ નથી

  આપનો લેખ ઘણો ચોટદાર અને અસરકારક છે આવો સુંદર લેખ લખવા બદલ આપને હું મારા અભિનંદન આપું છું જય જીનેન્દ્ર

 2. મારા મત મુજબ તમામ ધર્મનુ પોતાનુ આગવુ સ્થાન હોય છે,
  કોઈ પણ ધર્મની બીજા ધર્મ સાથે તુલના કરવી યોગ્ય નથી.

  (તા.ક.જૈનધર્મના ક્રાન્તીકારી મુનીશ્રીના કડવાવચનો થી હુ પ્રભાવીત છું)

 3. “` આ જ સિધ્ધાંત પર જૈનધર્મના ઇતિહાસમાં ઘણાં દ્રષ્ટાંતો છે. વૈશ્ય, ક્ષત્રિય, હરિજન, માછીમાર, કોઈપણ સ્ત્રી કે પુરુષ, આર્ય કે અનાર્ય, જૈ પણ હોય તેણે આ પ્રકારે દર્શાવેલ પંચ પરમેષ્ઠિના ગુણના સ્વરુપને સ્વીકારી પરમાત્મ પદ પામીને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયેલાના દ્રષ્ટાંતો જૈનધર્મમાં જોવા મળે છે. અને જૈનો તે તમામને માનપૂર્વક નમસ્કાર – વંદન – પૂજન કરે છે અને આના કારણે જ જૈનદર્શન – વિશ્વદર્શન તરીકે પ્રસિધ્ધિ પામ્યો છે.“`

  આ વાત થી હું સહમત છું ….

 4. I was just a plain ordinary jain (chila-chalu) till I was forty when I first realized that Jainism is much more like a science in its purest form.

  This realization came while listening to a “swaadhyaay” being delivered by one Dr. Soneji of Koba near Ahmedabad (later he became Atamanandji).

  The subject of the swaadhyaay was “Apoorva Avasar” of Krupalu Dev Shreemad Rajchandra and the gaatha being explained on that particular day was “ek parmanoo maatra ni male na sparshata…..” I had earlier come across Narsinh Mehta’s “hem nu hem” which, very frankly speaking, had been registered in my mind without much of an impact.

  However, the then Dr. Soneji explained that the parmanoos of gold mixed with other metals still remains just the gold only in its purest form and can be retrieved through the process prescribed by the tirthankars.

  And that process is sadhana.

  He also gave the example of the dusty lamp that prevented the full light emanating from the Jyot. When the lamp was cleaned the Jyot shone fully.

  Then he explained the “darshan” and “gnan” gunas of the Atma currently veiled by agnan and adarshan.

  This made me an ardent Jain with an unprecedented respect and reverence for Jainism not as a religion but as “a science in its purest form” beneficial for Self for the attainment of the Ultimate – the ultimate that, as very distinctly mentioned in the Apoorva Avsar, “kahi shakya nahi te pun Shree Bhagwaan Jo”.

  In essence Jainism is The Science in its Purest Form, or “The Vit Raag Vignan”.

  Dharm to vastu no swabhaav chhe m Jain Darshan nu kathan ketlu scientific chhe ?

 5. વેદ ના જ્ઞાન થી આનાધિકારી ને દૂર રાખવા જૈન ધર્મ ની સ્થાપના થઇ છે.
  ભગવાન આદી શંકારાચાર્ય એ બધા જૈન અને બૌદ્ધ ને હરાવી સનાતન ધર્મ ની પુંનઃ ઉદ્ધાર કર્યો.

  • ભાઈ ચેતનભાઈ, જૈન ધર્મ અનાદી છે. માટે એ કહેવું ખોટું છે કે જૈન ધર્મની સ્થાપના થઇ. જૈન ધર્મ માનવીના સર્જન સાથે જ શરુ થયો. જ્યાં હિંસા હતી, ત્યાં અહિંસા હતી અને ત્યાં જૈન ધર્મ હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s