અહંકાર ૐકાર

મન માનસ અને માનવી

અહંકાર જીવનમાં અંધકાર ફેલાવે છે

ૐકાર જીવનને અલંકૃત કરે છે

**

અહંકાર માનવની પ્રગતિમાં અવરોધકારક છે

ૐકાર જીવનમાં પથદર્શક છે.

**

અહંકાર, શરીર જે પ્રભુ પાસે લઈ જવાનું પાત્ર છે તેને દુષિત કરે છે.

ૐકાર શરીરને પવિત્રતા અર્પે છે.

**

અહંકાર, વિદ્યાનો યા લક્ષ્મીનો વિનાશ નોતરે છે

ૐકાર વિનમ્રતાનું પ્રદાન કરે છે.

**

અહંકાર સંસ્કારના દામન પર દાગ છે .

ૐકાર  સંસ્કાર પર ચાર ચાંદ લગાડે છે.

**

અહંકારના ભિતરમાં અ સંતોષનું દુઃખ છુપાયેલું છે.

ૐકારના ભિતરમાં શાંતિ સમાયેલી છે.

**

અહંકારના  આવેશમાં જીંદગીની ગતિ તેજ હોય છે.

ૐકારથી  ભરપૂર જીવન સરળતાથી વહે છે.

View original post

Advertisements

સંથારોઃ મૃત્યુના આવકારનું વિજ્ઞાન

જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે

પાટીદારોની અનામતની માગણીઓ અને વિવિધ શહેરોમાં રેલીઓના નામે થતાં રહેલા એમના શક્તિ પ્રદર્શનોને કારણે જૈનોનો સંથારાનો વિવાદ પાછળ ધકેલાઈ ગયેલો. અધૂરામાં પૂરું આપણા વિઝિટિંગ પી.એમ. થોડા દિવસના ભારત રોકાણ બાદ ફરી દુબઈ તરફ આંટો મારી આવ્યા એટલે એ સમાચારોમાં સંથારાને લગતા સમાચાર અખબારોમાં બોક્સ મેટર બનીને રહી ગયા. પરંતુ થોડા દિવસો પહેલા રાજસ્થાન હાઈકોર્ટે સંથારાને લગતો એક ચુકાદો આપેલો એટલે જૈનોનો સંથારો સમાચારોમાં ભારે છવાયેલો. દેશભરના જૈનોએ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને અહિંસામાં માનનારા જૈનોએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મૌન રેલીઓ કાઢી. ઓગસ્ટ મહિનાના પહેલા હપતામાં રાજસ્થાન હાઈકોર્ટે સંથારો લેવાની પ્રક્રિયાને આત્મહત્યા સમાન ગણીને આપણી દંડસંહિતાની કલમ 306 મુજબ ગુનો દાખલ કરવાના આદેશ આપ્યા છે. જૈનોએ આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે અને સાથોસાથ કોર્ટને તેમની ધાર્મિક બાબતોમાં ચંચુપાત નહીં કરવાની ભલામણ પણ કરી છે. જૈનો એવી દલીલ કરી રહ્યા છે કે, સંથારો એ સ્વપીડનની પ્રક્રિયા નથી એટલે એને આત્મહત્યા કે મર્સિકિલિંગ ગણી શકાય નહીં. આ ઉપરાંત તેઓ એક બીજો પ્રશ્ન પણ કરી રહ્યા છે કે, અન્ય ધર્મોમાં તો રીતસરની સ્વપીડનને લગતી ક્રિયાઓ હોય છે, તો દેશની અદાલતો કે સરકાર એમના ધર્મોને લઈને આવા ચુકાદા કેમ નથી આપતી?

જૈનોમાં મુખ્યત્વે ચાર ફિરકા છેઃ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી. એમાં મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો સંથારામાં માનતા નથી અને બાકીના ત્રણ ફિરકા સંથારાને માન્યતા આપે છે. જોકે પેલા ત્રણ ફિરકાના જૈનો કરતાં મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોની સંખ્યા વધારે છે અને ગુજરાતમાં પણ મૂર્તિપૂજકોનું જ પ્રભુત્વ વધુ છે. શ્વેતાંબરોએ ત્રણેક સદીથી સંથારો કરવાનું બંધ કર્યું છે કારણ કે તેઓ એવું માને છે કે, આ કાળમાં એવું કોઈ પરિબળ નથી જે માણસના મનને કાબૂમાં રાખી શકે. અને જો મન જ કાબૂમાં રહેતું ન હોય તો કોઈ તપ કરવાનો કે કોઈ અનુષ્ઠાન કરવાનો અર્થ રહેતો નથી એટલે ત્રણેક સદી પહેલા શ્વેતાંબર પૂર્વાચાર્યોએ સંથારાનો નિષેધ કર્યો હતો. જાણવા જેવું એ છે કે પોતે સંથારાની પ્રક્રિયા કરતા ન હોવા છતાં શ્વેતાંબરો, હાઈકોર્ટના ચુકાદાથી જૈનોના અન્ય ફિરકાઓ જેટલા જ નારાજ છે. આ માટે વાપી ખાતે ચતુર્માસ ગાળી રહેલા જૈનાચાર્ય રવિરત્ન સુરીજી કહે છે કે, ‘હકીકતમાં કોર્ટે આવો નિર્ણય લેવો જોઈતો ન હતો કારણ કે આ ધર્મનો પ્રશ્ન છે અને ધર્મના વિવિધ નિર્ણય સાધુ-સંતો કે ધાર્મિક આગેવાનો જ લેતા હોય છે. કોર્ટે આ બાબત ધાર્મિક આગેવાનો પર છોડી દેવી જોઈતી હતી. આ ઉપરાંત આ દેશમાં અન્ય ધર્મો પણ પ્રવર્તે છે તો કોર્ટ એમાં કેમ હસ્તક્ષેપ નથી કરતી? ઉદાહરણ તરીકે મુસ્લિમો પણ તાજીયા કાઢે છે, જેમાં સ્વપીડનનું જ કૃત્ય હોય છે. એમને ક્યારેય અટકાવવાનો પ્રયત્ન થયો છે? તો જૈન ધર્મમાં આવો હસ્તક્ષેપ કેમ?’

ધર્મની વાત આવે એટલે વાદ-વિવાદ થાય એ સ્વાભાવિક છે. ભારત જેવા દેશમાં ધર્મ અત્યંત સંવેદનશીલ બાબત બની ગઈ છે. કોઈ બાબતમાં તર્ક-તથ્ય હોય કે ન હોય પરંતુ તે વાતને એક વાર ધર્મનું લેબલ લાગી જાય એટલે એ વાતમાં પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરી શકાતા નથી. એ વાતને આખરી, સનાતન માની લેવામાં આવે છે. ઈચ્છામૃત્યુને લઈને આપણે ત્યાં પહેલા પણ વિવાદો થતાં રહ્યા છે. પરંતુ આપણા દેશનો કાયદો ઈચ્છામૃત્યુને અનુમતિ નથી આપતો એટલે જ સંથારાનો વિવાદ પણ ઊભો થયો છે. સંથારામાં નહીં માનતા જૈનો પણ સંથારો એટલે શું એ જાણતા હશે પરંતુ જૈનેતર જાતિના લોકોને આ બાબતે ઉત્સુકતા થઈ શકે છે કે, સંથારો એટલે શું? કોર્ટે તેને આત્મહત્યા કે ઈચ્છામૃત્યુ સાથે કેમ સરખાવવું પડ્યું? અને જૈનોની દલીલ મુજબ સંથારો આત્મહત્યા કે ઈચ્છામૃત્યુથી કઈ રીતે અલગ પડે?

સંથારામાં જૈનો અન્ન-જળ તેમજ સ્થળનો ત્યાગ કરે છે અને ધીરે ધીરે મૃત્યુને આવકારે છે. કેટલાક જૈન મુનિઓ કહે છે કે, આપઘાતમાં માણસ તેની વિકટ પરિસ્થિતિના અંતિમ વિકલ્પ તરીકે હારી-થાકીને મુત્યુને સ્વીકારે છે, જ્યારે સંથારામાં માણસ પોતાના શરીરની વિવિધ જરૂરીયાતોને અતિક્રમીને, તમામ મોહને ત્યજીને શરીરને ધીમે ધીમે કેળવીને તેના અંતિમ શ્વાસ સુધી પહોંચે છે. શરીરના વિજ્ઞાન મુજબ સંથારા દરમિયાન શારીરિક પીડા હોઈ શકે છે પરંતુ સંથારો કરનારી વ્યક્તિ ક્યારેય માનસિક પીડા નથી ભોગવતી એવો દાવો જૈનગુરુ યુગ દિવાકર ગુરુદેવ એમના એક પ્રવચનમાં કરે છે. આત્મહત્યામાં જીવનનો અંત આણવા માટે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સંથારામાં પૂરી સમજદારીથી અને સહજતાથી, સગવડતાઓ અને અનુકૂળતાઓ ત્યજીને મૃત્યુને આવકાર આપવામાં આવતો હોય છે.

સંથારો અને આત્મહત્યા વચ્ચેનો ભેદ જાણવા હજુ કેટલાક ઉદાહરણો જોઈએ. યુગ દિવાકર ગુરુદેવ સંથારાને લગતા એક પ્રવચનમાં કહે છે કે, મૃત્યુને આવકારવામાં અને મૃત્યુને બોલાવવામાં ફરક હોય છે. મહેમાનને આપણે આવકારીએ છીએ, જ્યારે નોકર-ચાકરોને આપણે બોલાવીએ છીએ! આત્મહત્યામાં માણસ અત્યંત દુખી થઈને, નેગેટિવ ફિલિંગ્સ સાથે દુનિયામાંથી વિદાય લે છે, જ્યારે સંથારામાં માણસ મોહમાયાનો ત્યાગ કરીને પૂરા આનંદથી પોઝિટિવ ફિલિંગ્સ સાથે વિદાય લે છે. તેઓ સંથારાને જૈન ધર્મમાં અધ્યાત્મિક અનુભૂતિ કરવાના અવસર તરીકે ગણાવે છે. તેઓ એમ પણ જણાવે છે કે, દુનિયાના તમામ ધર્મો જન્મોત્સવ ઉજવે છે જ્યારે જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે, જે મૃત્યુનો ઉત્સવ મનાવે છે. એટલે જ કોઈ માણસ જ્યારે સંથારો કરતો હોય ત્યારે તે પ્રત્યેક ક્ષણ મૃત્યુની નજીક જતો હોવા છતાં તે પરમાત્માની નજીક જાય છે, જે વાત તેના માટે આનંદદાયી હોય છે.

જૈન ધર્મની ફિલોસોફી મુજબ આત્મહત્યા દરમિયાન માણસ મૃત્યુને ભેટતો હોવા છતાં એ તેના સંબંધો કે મોહમાયાથી નથી છૂટતો. (કદાચ એટલે જ આત્મહત્યા કરનાર માણસનો જીવ અવગતે જાય છે એવું કહેવાતું હશે!) જ્યારે સંથારામાં માણસ મૃત્યુ આવે એ પહેલા દુન્યવી સંબંધો અને તમામ પ્રકારની માયાનો ત્યાગ કરી ચૂકેલો હોય છે. જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે. અલબત્ત સંથારાની પ્રક્રિયા શરૂ થયા બાદ સંસારી માણસે સંસારની માયા છોડવી પડે છે.

જોકે સંથારાની પ્રકિયાને લઈને જૈન ધર્મગુરુઓમાં મતમતાંતર પ્રવર્તતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આચાર્ય રવિરત્ન સુરીજીના જણાવ્યાં મુજબ સંથારાની પ્રક્રિયામાં માણસ એક જ ઝાટકે અન્ન-જળનો ત્યાગ કરે છે. તો યુ ટ્યુબ પરના એક વીડિયોમાં યુગ દિવાકર ગુરુદેવ એવી માહિતી આપે છે કે, સંથારામાં માણસ અન્ન-જળનો તબક્કાવાર ત્યાગ કરે છે. સંથારો શરૂ કર્યાં બાદ પહેલા માણસ એક સમયના ભોજનનો ત્યાગ કરે છે, ત્યાર બાદ તે બંને ટાણાના ભોજનનો ત્યાગ કરે છે અને પછી તે ધીરે ધીરે પાણીનો પણ ત્યાગ કરે છે. જૈનોમાં ચાર પ્રકારના આહારની વાતો પણ વીડિયોમાં સુંદર રીતે સમજાવવામાં આવી છે. જૈન ધર્મ મુજબ સંથારો એ માણસની ઈનર ક્લિનિંગ પ્રોસેસ છે. ઈન શોર્ટ જૈન ધર્મની ફિલોસોફી મુજબ મૃત્યુના ઉત્સવને આવકારવાની પ્રક્રિયા એટલે સંથારો, જેને આત્મહત્યા કે ઈચ્છા મૃત્યુ સાથે સાંકળી શકાય નહીં. એવું હું નહીં, ભારતભરના જૈનો કહે છે. કારણ કે આત્મહત્યામાં માણસની જીવન પાસેની અપેક્ષા ખૂટી જાય અથવા તે જીવનથી નાસીપાસ થઈ જાય ત્યારે પલાયન સાધવા મૃત્યુનો વિકલ્પ તરીકે સ્વીકાર કરે છે, જ્યારે સંથારામાં માણસ તમામ અપેક્ષાઓથી ઉપર ઊઠીને મૃત્યુ નામના ઉત્સવને આવકારે છે!

સંથારા અને આપઘાત વચ્ચેનો આ ધાર્મિક ભેદ છે. પણ બંનેનું અંતિમ સત્ય તો મૃત્યુ જ છે. એટલે કોર્ટ આ બાબતે સદંતર ખોટી છે એવું કહેવું પણ વાજબી નથી. ક્યારેક કોઈ વ્યક્તિ નાદાનિયતમાં પણ ધર્મથી પ્રભાવિત થઈને સંથારો લે તો મોટી ઉપાધિ થાય. વળી, થોડા દિવસો અગાઉ રાજકોટમાં તો સંથારાનો એક જુદો જ કિસ્સો પ્રકાશમાં આવેલો, જેમાં ગોંડલના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજ સાહેબના સંથારાને લઈને ઘણા વમળો સર્જાયેલા. બીજી તરફ જૈનોના ચારેય ફિરકાના ધર્મગુરુઓ કે સાધુઓ ભલે હાઈકોર્ટના ચુકાદાથી નારાજ હોય પરંતુ જૈન ધર્મના કેટલાક સામાન્ય લોકો અંદરખાને આ ચુકાદાનું સમર્થન પણ કરી રહ્યા છે. જોકે એ વર્ગ નાનો છે અને ધર્મની બાબત હોવાને કારણે એ વર્ગ ખુલ્લેઆમ ચુકાદાનું સમર્થન નથી કરતો. લેખમાં એમનો મત ઉમેરવા માટે મેં ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એ તમામે વિવાદના ડરથી મિચ્છામિ દુક્કડમ જ કર્યું હતું.

http://www.khabarchhe.com/magazine/a-article-on-santharo/

 

દાદાઈ ગુરુવાણીનો લાખેણો સત્સંગ….ગુરુ પૂર્ણિમા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)…

આકાશદીપ

દાદાઈ ગુરુવાણીનો લાખેણો સત્સંગ….

ગુરુ પૂર્ણિમા….અષાઢ સુદ પૂનમ..૩૧ જુલાય, ૨૦૧૫… કોઈ પુણ્યવંતી ક્ષણે..સત્સંગનું સૌભાગ્ય ..જ્ઞાની પુરૂષ”દાદાશ્રી ભગવાન’ ની વાણી ,દર્શન ને જ્ઞાનની ચરણ વિધિ  અમે પામ્યા..કવિશ્રી નવનિતના પદમાં કહું તો…’શ્રુતવાણી સત્સંગ અમારું જીવન’..જ્ઞાતા-દૃષ્ટાની અનુભવ દશાનો પથ મળ્યો…જ્ઞાનીનું પ્રત્યક્ષપણે બોલવું ને સાંભળવું ને’ મતિજ્ઞાને’ જાગૃતિનો સંજોગ જે ઊભો થયો ને ખૂલ્યો..તેની સૂક્ષ્મતા સમજાઈ….ને મનને નીરોગી કરવાની કૃપા મળી. એ પુણ્ય સ્મરણ સાથે…’દાદા ભગવાનના અસીમ જયજયકાર’ ના મંત્રથી ગુરુ ચરણે શતશત વંદન કરી ધન્ય થઈએ…

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન…દાદાશ્રી ભગવાનના આશિષ..સત્સંગી  રમેશભાઈ ને શ્રી સીરીષભાઈ દોશી

કૃપાળુ દેવ…શ્રીમદ રાજચંદ્રજીએ કેવી ગેરેન્ટી આપી…જે કોઈએ આપી નથી!

પ્રગટ આત્મા સત્પુરુષ માં વર્તે છે શાસ્ત્ર માં નહિ, “…મેં બધાં જ શાસ્ત્રો જોયેલાં છે ને તમને ગેરેન્ટી આપું છું કે ..એ સિવાય મોક્ષનો બીજો માર્ગ નથી…

એટલે જ તમને આ દાદાશ્રી કહે છે કે..”સત્પુરુષનો યોગ કરો”.

પ્રશ્ન કર્તા…દાદાશ્રી ..સંત પુરૂષ ને સત્પુરુષ માં શો ફેર?

આખા જગની કલ્યાણ કરવાની જેની ભાવના હોય ,એમને ફક્ત મનમાં એ જ…

View original post 518 more words

‘મિચ્છામિ દુક્કડમ્’ …. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..

આકાશદીપ

 
 
(Thanks to webjagat for this picture)

સૌને ‘મિચ્છામિ દુક્કડમ્ ‘                 સૌને ‘મિચ્છામિ દુક્કડમ્’          સૌને  ‘મિચ્છામિ દુક્કડમ્’

 

આત્મજ્ઞાનીની વાણી–

આત્મા તો પરમાત્મા સ્વરૂપી છે. આત્મા ‘ચૈતન્યધની ‘ છે…ચૈતન્યનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, જે ફક્ત આત્મામાં જ છે.ઘડાની અંદર લાઈટ હોય તો, બહાર ના આવે, તેમ આ આત્મા જેટલા આવરણે

બંધાયો, કર્મકલંક લાગે ને શક્તિ આવરાય. જે ઈન્દ્રીય ભેદાય એટલું આત્મતત્ત્વ પ્રકાશ ધરે.પાંચ ઈન્દ્રીય ડેવલપમેન્ટ એટલે જ મનુષ્ય જન્મ.જીવમાત્રને નાભિ ‘સેન્ટર’ આગળ આત્માના આઠ પ્રદેશો જ ખુલ્લા હોય, જેને લીધે આ જગના વ્યવહારની પીછાણ થાય ને દરેક જીવને ગુંચવણ નથી પડતી.આ આઠ પ્રદેશો આવરાયતો કોઈ કોઈને ના ઓળખી શકે…ઘેર પાછોય ના આવે.’જ્ઞાની પુરૂષ’નાં બધાંય આવરણો તૂટી ગયાં હોય ને સ્વરૂપ જ્ઞાને આનંદ માણે.બ્રહ્માંડે પ્રકાશવાની આત્મ શક્તિ એજ કેવળ જ્ઞાન.જાણવાની બાબતમાં આત્મા ‘વેદક’ છે, જ્યારે  ખમવાની બાબતમાં ‘નિર્વેદક’ છે. નિર્વેદ એટલે મન,વચન,કાયા એ ત્રણેય ઈફેક્ટીવ હોવા છતાં પોતે ‘અનઈફેક્ટીવ’ રહે..વેદના ખમતા જાય ને તેના આધારે નિર્વેદ કહેવાય.સિધ્ધભગવાન થાવ ત્યારે મન, વચન, કાયા નહોય એટલે…

View original post 445 more words

,હાથે કરી તમારા પગ ઉપર કુહાડી નાં મારો

વિનોદીની..

કદાચ મારી આજની પોસ્ટ એ કોઈ બોધપાઠ નથી બસ મારા વિચારોને વ્યક્ત કરું છું
ખાસ :કોઈએ બંધબેસતી પાધડી પહેરવી નહિ !!! આજકાલ વ્યસ્ત અને ઝડપી જીવનમાં હું જે જોતી સમજતી આવી છું તે ઉપરથી આ લખવાની ઇચ્છા થઇ આવી છે બસ।

હું આજે મારા માબાપ ની આંખોનો તારો છું , કાલે હું તેમની આંખોનું નુર બનીશ
હું આજે મારા માબાપના ટેકાથી આગળ વઘ્યો છું,કાલે તેમની હાથ લાકડી બનીશ

આવા ગીતો ગાનારા બહુ સાભળ્યા પણ આવા ગીતોને પાળનારા આજની દુનીયામાં કેટલા?

જ્યારે પણ સાંભળું છું કે જોઉં છું કે ઘરડા માં બાપ તેમના દીકરા વહુને માટે ઘરના ખૂણાનું જુનું પુરાણું ફર્નીચર માત્ર રહી જાય છે ત્યારે દુઃખ સાથે આક્રોશ અનુભવું છું ,
આવી વહુઓ માટે ફક્ત બેજ લાઈન કહીશ કે તમારા ઘરડાં સાસુ શ્વસુર સાથે અણછાજતો વ્યવહાર કરતા પહેલા એક વાર તમારા પોતાના મા બાપને આવી પરીસ્થિતિ માં મૂકી જોજો, જો તમારું મન જરા પણ દુભાય નહિ તો આવા અણછાજતા વર્તન…

View original post 426 more words

ફક્ત 8 દિવસ અને 8 સંકલ્પથી મેળવો પરમ શાંતિ…!

 

શાંતિની શોધ અને પ્રાપ્તિ બહારથી અંદરની તરફ નહીં, પણ અંદરથી બહારની તરફ થતી પ્રક્રિયા છે. મનના કોઇ ખૂણામાં કંઇ વિખેરાયેલું હોય તો તેને એકત્રિત કરવું જરૂરી છે. ચાલો, આઠ દિવસનો અભ્યાસ શરૂ કરીએ. રોજની એક ક્રિયા નક્કી છે. જ્યારે પણ ભૂલો, ફરીથી શરૂ કરો…

પહેલો દિવસ સ્વીકૃત ભાવથી જીવો

તમારી પરિસ્થિતિ (તે ગમે તેટલી ખરાબ હોય) અને લોકો (જેમની સાથે તમે છો)ને તે જેવા છે, તેવા જ રૂપમાં સ્વીકાર કરો કારણ કે બીજાને બદલવાની કોશિશ કરવામાં તમે પોતે જ તમારી શક્તિ વેડફો છો. પહેલાં તમારી જાતને બદલો, તો પછી બધું આપોઆપ જ બદલાઇ જશે.

બીજો દિવસ આભાર માનો,આશીર્વચન આપો

જો તમને એવું લાગતું હોય કે તમારા લીધે બીજાને દુ:ખ કે નુકસાન થઇ રહ્યું છે, તો એવી વ્યક્તિને ખૂબ આર્શીવચન આપો. આનાથી તમારી અંદર અટકી ગયેલી હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેવા લાગશે, ચેતના શુદ્ધ થશે. તમે તમારો પ્રેમ વહેંચશો, તો દુનિયાભરનો પ્રેમનો ખજાનો તમારા માટે ખુલી જશે. Continue reading

The Art of Giving-Painter Sofan Chan and Sculptor Rochman Reese (via વિજયનુ ચિંતન જગત)

The Art of Giving-Painter Sofan Chan and Sculptor Rochman Reese The true  Art in Giving is to give from the heart without any expectation of a return. True giving comes from the same place inside you as your deepest happiness. They are inexplicably intertwined. A gift is  something that is enjoyed twice. First by the giver who revels in the pleasure of giving something special and then also enjoyed by the person who receives the gift. A very special form of giving takes the form of small, personal acts of kin … Read More

via વિજયનુ ચિંતન જગત

પ્રાકૃત સ્વભાવ ઍટલે શું….સંકલન -રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ)

 પ્રાકૃત સ્વભાવ ઍટલે શું....સંકલન -રમેશ પટેલ(આકાશદીપ) દાદાશ્રી ભગવાન કહે…આભાર અક્રમ વિજ્ઞાન  સત્સંગ થકી દાદા ભગવાને મહામૂલિ પ્રસાદી અર્પી છે જે પંડિતો અનેક શાસ્ત્રો ઉથલાવે તો પણ સમજ બહાર રહી જાય, આવી થોડી રોજીંદી વાતોનો મર્મ જાણીએ…  પ્રાકૃત સ્વભાવ ઍટલે શું….સંકલન -રમેશ પટેલ(આકાશદીપ)  ૧)  સમાજ કલ્યાણ અને જગત કલ્યાણ એ એક જ કહેવાય?—-ના કહેવાય સમાજ કલ્યાણ તો એક સાંસારિક ભાવ છે અને સહુ સહુનાથી બને તેટલું કરે ને એ સ્થૂળ ભાષા કહેવાય. માનવ સેવા ,જે સમાજ હોય તેને અનુકૂળ હોય અનુકૂળ પડે તે રીતે કરે અને … Read More

via આકાશદીપ

Learn to ‘move on’-E mail – Mahendra Vora (via વિજયનુ ચિંતન જગત)

Learn to 'move on'-E mail - Mahendra Vora A wise man once sat in the audience & cracked a joke. All laughed like crazy. After a moment he cracked the same joke again and a little less people laughed this time. He cracked the same joke again & again, when there was no laughter in the crowd, he smiled and said, "When u can't laugh on the same joke again & again, then why do u keep crying over the same thing over and over again” ' Learn to move on'… … Read More

via વિજયનુ ચિંતન જગત