તારે તે નવકાર

મારા રમેશ મામા કહેતા કે ભવ સમુદ્રને ભાવ થી તારે તે નવકાર.

તેનો જિવંત દાખલો એટલે મારી બા. તેમના શ્વાસે શ્વાસે નવકાર..તેઓ કહેતા કે નવકાર ગણવામાં ક્ષણ નો ય પ્રમાદ ન કરવો તેઓ ગણતરી ન કરતા અને કહેતા જેટલા વધુ નવકાર તેટલો ભવ ભવાંતરે ફેરા ઘટશે.

વૈજ્ઞાનિક મન મારું આ વાત માનતું નહોંતું ત્યારે મામા કહે વિજ્ઞાન ને પૂરાવા જોઈએ અને ધર્મને શ્રધ્ધા.

હું કહેતો ક્યાંક શરુઆત હોય તો સમજ પડેને કે કેટલા નવકારે આ જ્ન્મ જન્માંતર નાં ફેરા ટળે. અને આપણે સિધ્ધ થઇને સિધ્ધ શીલા પર વસીએ..ત્યારે જવાબ તો એમજ મળ્યોકે કર્મ સત્તા તેનો હિસાબ રાખે આપણે તો તેમણે બતાવ્યા રસ્તે ચાલવાનું. મેં પ્રશ્ન કર્યોકે રસ્તો તો જડતો નથી અને ખબર પણ પડતી કે તે રસ્તો સાચી દિશામાં જાય છે કે નહીં.

સિધ્ધ ભગવંતો એ સુચવેલા રસ્તા પર શ્રધ્ધાથી ચાલવાનું તો શરું કર તને પ્રશ્નો થાય છે તને તેના જવાબો પણ મળશે મામાએ બહું વિનયપૂર્વક સમજાવ્યું

.25931992767_ecc25ddaec_b

Shree Navkarmantra View (1)

નવકાર મહામંત્રનું મહાતમ્ય

https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0

Namo arihantanam

 

Description
English: Namokara Mantra
Date
Source archive.org/details/keyofknowledge
Author Champat Rai Jain

 

જૈન ધર્મના આચાર્યો તો નવકાર મંત્ર પ્રભુ આદિનાથનાં સમયથી અસ્તિતવ્માં હોવાનું કહે છે તેથી તેને શાસ્વતા પણ કહે છે.. જે સદા રહેશે પરંતુ  વીકીપીડિયાનાં સંશોધનોમાં ક્રીસ્ટ્નાં પહેલા ૧૬૨ વર્શ પહેલાનાં સિક્કાઓ ઉપર ખરાવેલ રાજાનાં સિક્કાઓ ઉપર નવકાર મંત્ર જોવા મળ્યો અને તે સમ્યની હાથી ગુફામાં શિલાલેખ માં પણ તેનો ઉલ્લેખ છે

==History==
[[File:Hatigumfa.jpg|thumb|250px|Hathigumpha inscription by King Khāravela at Udayagiri Hills]]
A 162 BCE inscription, the [[Hathigumpha inscription]] starts with the Namokar Mantra. It was inscribed by the Jain monarch [[Kharavela]].<ref>Rapson, “Catalogue of the Indian coins of the British Museum. Andhras etc…”, p XVII.</ref><ref>[http://www.mssu.edu/projectsouthasia/HISTORY/PRIMARYDOCS/EPIGRAPHY/HathigumphaInscription.htm Full text of the Hathigumpha Inscription in English] {{webarchive|url=https://web.archive.org/web/20061117151339/http://www.mssu.edu/projectsouthasia/HISTORY/PRIMARYDOCS/EPIGRAPHY/HathigumphaInscription.htm |date=17 November 2006 }}</ref>

નવકાર મંત્રની આરાધના અર્થે  ગુરુજનો પાસેથી જાણેલી માહીતિ.

૧. રોજ સવારે ઉઠીને ૧૨ નવકાર એટલેકે એક છુટી નવકાર વાળી લઘુત્તમ ગણવી

૨. સમય હોય અને સ્થિરતા હોય તો એક બાધી નવકાર વાળી ગણવી.

૩ સમય હોય અને સ્થિરતા હોયતો એક સામાયીક કરવું અને તેમાં બાધી નવકારવાળી ગણવી.

અલ્પમતિ હું. વિજ્ઞાન નાં જ્ઞાન સાથે આટલું સમજ્યો છું ધર્મગુરુ આપણ ને કશું કરવાનું કહે તે તેમના માટે તો નથી જ. આપણે સંસારિક કામોમાંથી સમય કાઢીને આટલું પણ કરીયે તો થતા ફાયદાઓ જણાવું.

૧ મન એ આપણું દોસ્ત છે અને દુશ્મન પણ છે. દોસ્ત એ ત્યારે બને છે જ્યારે તે આપણું કહ્યું માને તો. બાકી એને તો ઠેકડા મારવાની આદત હોય છે. અને દરેક વખતે તેના ઠેકડા ાપણ ને હિતકારી બને છે તેવું હોતું નથી. તે મનને કાબૂમાં કરવાની આ એક સારી આદત છે.

૨.જેમ જેમ નવકાર મંત્રનાં જાપ આપ ગણતા જશો તેમ તેમ તેના ચમત્કારો આપ જોતા થશો. પહેલો તો ચમત્કાર આપ ધર્મને માનતા થશો તેમ તેમ તમને તેની વાત ગમતી થશે.

૩. પંચ મહાવ્રતો જેવાકે સત્ય, અહિંસા,ક્રોધ ન કરવો, ચોરી ન કરવી કે વણ જોઈતું નવ સંઘરવુ આત્મ સાત થતું જશે

૪. કહેવાય છે કે સારી ટેવ પાડતા જાગરુકતાની જરૂર પડે છે . પણ ખરાબ ટેવો આપો આપ પડે છે જેમ ગુલાબને જાળવણીની જરૂર પડે જ્યારે વગડાનાં ફુલોને વાવવા જવા પડતા નથી. તેમ નવકાર વાળી ગણવાની ટેવ શરૂ આતમાં જાગરૂકતા માંગશે પણ પછીથી એ ટેવને લીધેજ પ્રમાદ અને આળસ ભાગી જશે.

૫. છેલ્લાં મારા આ વિધાન ને વિરોધનો વાવંટોળ મળવાનો છે છતા અલ્પમતિ તરીકે કહું છું સારા કર્મો હશે તો જ તમને નવકાર વાળી ગણવાનું મન થશે..

 

 

 

 

 

Leave a comment