નબળાઈ (via )

સંબંધોમાં અહમ કે વહેમ..બેય તમારી નબળાઈઓ દર્શાવે છે.   સ્નેહા પટેલ – અક્ષિતારક … Read More

via

Advertisements

તક બાય ચાન્સ…

“સરી ગયેલી તક જીવનમાં ફરી નથી મળતી.પણ હા, નવી તકો જરુર મળે છે”

‘તક’ આ બે અક્ષરોનો નાનકડો શબ્દ બહુ લપસણો અને સરકણો હોય છે. વળી મનમૌજીલો પણ ખરો. જીવનના કયા વળાંકે ક્યારે એ સામે ભટકાઈ જશે એનો કોઇ જ સમય કે ધારાધોરણો પહેલેથી નક્કી નથી હોતા. આપણે બસ આપણી સમજદારીના આંખ અને કાન ખુલ્લા રાખી સતત આપણી આજુ-બાજુ એની હાજરીની એંધાણીઓ શોધતા રહેવું પડે. સજાગ સાબદા રહેવું પડે છે અને જરાક પણ અણસાર આવે એટલે ચીલઝડપથી એનું પગેરું ચાંપીને ફટાક દેતાંક્ને એનો ‘થપ્પો’ કરી દેવો પડે છે. જરાક પણ ગફલત રહેવાનું ના પોસાય એમાં. જોકે સાચી તકો સમયસર સમજવી અને ઝડપવી એ સરળ નથી. અમુક સમયે તક જતી રહે ને આપણે બીજા જ જ રસ્તે તક્ને શોધતા ફરતા હોઇએ..

એક અમેરિકન લેખક હતા હોર્થોન. એમને પોતાની ગવર્નમેન્ટની સલામત નોકરીમાંથી એકાએક જ બરતરફી મળી. એ નિરાશાની ખાઇમાં ગર્ત થઈ ગયા. જીવનની કટોકટી ભરેલી આ પળોએ એમની વ્હારે આવ્યા એમના મિત્રતુલ્ય પત્ની. નિરાશાના વાદળોમાંથી આશાની રોશની શોધી કાઢી અને પતિના ટેબલ પર એક પણ અક્ષ્રરનો વાદ્-વિવાદ કર્યા વગર શાહીનો ખડીયો અને કલમ મૂકીને કહ્યું,
“ ઘણા વખતથી તમારા મગજમાં નવલકથા લખવાનો વિચાર રમતો હતો તો ઇશ્વરે હવે એ વિચારને પૂર્ણ કરવાની તક આપી છે. તો ઝડપી લો હવે.જે થયું સારા માટે જ થયું. “ Continue reading

“મિચ્છામી દુક્કડમ”

   માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
   ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી 
ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
 આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી

We forgive all living beings and beg  from the bottom of our hearts without any reservation,

for the forgiveness from all living beings to whom we may have caused pain and suffering

in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically.

MICHHAMI DUKKADAM !

Email Courtsey : Dr. MJ Kapadia

નથી ખબર કે કેટલો   અમારા માટે આદર
છતા રહે ભીની  અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’  કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ

વર્ષ દરમ્યાન થયેલ મતભેદ  મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મત અને મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.

ફક્ત 8 દિવસ અને 8 સંકલ્પથી મેળવો પરમ શાંતિ…!

 

શાંતિની શોધ અને પ્રાપ્તિ બહારથી અંદરની તરફ નહીં, પણ અંદરથી બહારની તરફ થતી પ્રક્રિયા છે. મનના કોઇ ખૂણામાં કંઇ વિખેરાયેલું હોય તો તેને એકત્રિત કરવું જરૂરી છે. ચાલો, આઠ દિવસનો અભ્યાસ શરૂ કરીએ. રોજની એક ક્રિયા નક્કી છે. જ્યારે પણ ભૂલો, ફરીથી શરૂ કરો…

પહેલો દિવસ સ્વીકૃત ભાવથી જીવો

તમારી પરિસ્થિતિ (તે ગમે તેટલી ખરાબ હોય) અને લોકો (જેમની સાથે તમે છો)ને તે જેવા છે, તેવા જ રૂપમાં સ્વીકાર કરો કારણ કે બીજાને બદલવાની કોશિશ કરવામાં તમે પોતે જ તમારી શક્તિ વેડફો છો. પહેલાં તમારી જાતને બદલો, તો પછી બધું આપોઆપ જ બદલાઇ જશે.

બીજો દિવસ આભાર માનો,આશીર્વચન આપો

જો તમને એવું લાગતું હોય કે તમારા લીધે બીજાને દુ:ખ કે નુકસાન થઇ રહ્યું છે, તો એવી વ્યક્તિને ખૂબ આર્શીવચન આપો. આનાથી તમારી અંદર અટકી ગયેલી હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેવા લાગશે, ચેતના શુદ્ધ થશે. તમે તમારો પ્રેમ વહેંચશો, તો દુનિયાભરનો પ્રેમનો ખજાનો તમારા માટે ખુલી જશે. Continue reading

it is between you and God- Mother Teresa

“People are often unreasonable and self-centered. Forgive them anyway.
If you are kind, people may accuse you of ulterior motives. Be kind anyway.
If you are honest, people may cheat you. Be honest anyway.
If you find happiness, people may be jealous. Be happy anyway.
The good you do today may be forgotten tomorrow. Do good anyway.
Give the world the best you have and it may never be enough. Give your best anyway.

For you see, in the end, it is between you and God. It was never between you and them anyway.”

E mail Courtsey _ Vijay Dharia -Chicago

ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન -બિમલ શાહ

મહાવીર જયંતિ …

નમસ્કાર મંત્ર …

નવકાર મંત્ર …
સ્વર: બિમલ શાહ …

નમો અરિહન્તાણં |
નમો સિધ્ધાણં |
નમો આયરિયાણં !
નમો લોએ સવ્વાસાહૂણં |
એસો પંચનમોક્કારો સવ્વ-પાવ-પ્પણાસણો |
મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલમં || Continue reading