બોલતાં શીખો-નીલા નવિન શાહ

જેની  કાયા માં સદાચાર અને જેના મનમા સદવિચાર હોય પણ જેની જીભ કોદાળા છાપ હોય તો તે અનેક ના જીવન બરબાદ કરે છૅ શાસ્ત્ર્રકાર કહે છે કે જેને તરતા આવડે પણ સારુ બોલતા આવડે તેની આખી જીદગી પાણી માં ગઇ કહેવાય. દ્રૌપદી મહાસતિ તરીકે ઓળખાઇ અને દમયંતિ તથા સીતા માત્ર સતિ તરિકે ઓળખાઇ એનુ શું કારણ ? કારણ એટલું કે દ્રોપદિ પોતે જે પતિ સાથે રહે તેના સિવાયના ચારેય પતિને પોતાના ભાઇ સમાન માનતી, તેથી તે મહાસતિ કહેવાઇ. આમ છતા પણ તેની પાસે સારુ બોલવાની કળા નહોતી તેથી મહાભારતનું સર્જન થયુ. રામાયણનુ બીજ મંથરા ના કટૂવચનમાંથી ઉત્પન્ન થયું. 
 
 આપણા શરીરમાં ઇદ્રિંયો પાંચ. આંખ, કાન, નાક, વગેરેતે પોતે બે, પણ કામ કરે એક. જ્યારે જીભ એક છે પણ કામ બે કરે બોલવાનું અને ખાવાનું. અંદર જાય ત્યારે પાપ બંધાવે અને બહાર આવે ત્યારે પણ પાપ બંધાવે. સીત્તેર વર્ષની ઉંમરે પહોંચેલાની બધી ઇંદ્રિયો નકામી બને પણ જીભ એક મજબુત રહે.
 
સોની  જેમ જોખી જોખીને આપે તેમ વાણી પણ જોખી જોખીને બોલવી જોઈએ. જે પાણીને નિયંત્રણ ના હોય તે ગામોનાં ગામોને નુકશાન પહોંચાડી શકે તેજ રીતે જે વાણીને નિયંત્રણ હોય તે વાણી અનેક નાં જીવનને નુકશાન પહોંચાડે છે. સત્ય વાણીનું ભુષણ છે તો અસત્ય વાણીનું દુષણ છે. સત્યનું અનિવાર્ય પરિબળ્ છે કડવાશ તેમ લીમડાનું પણ અનિવાર્ય પરિબળ છે કડવાશ. સત્ય ગમે તેટલું કડવું હોય તો પણ તે લીમડાનાં કડવાશની જેમ અપનાવી લેવું જોઇએ, કારણ કે પરિણામે તે હીતકારી હોય છે. ડોક્ટર સારો રીપોર્ટ આપે તે ગમે કે સાચો રીપોર્ટ આપે તે ગમે?
 
 સત્ય બોલવું સહેલું છે પણ સાંભળવું અઘરું છે.વાણી જેટલી સંયમીત તેટલું તેનું મહત્વ વધારે. 
વાતને સમર્થન આપતી એક દંતકથા છે. રાજા રાણી બંને સુતેલા. રાણીનાં ગળામાં પડેલો હાર બોલ્યો હું ચઢીયાતો, ત્યાં રાજાનો મુગટ કહે ના ચઢીયાતો તો હું . ઝાંઝર કહે રાણી ને તો હું ગમું કારણ કે હું મીઠો અવાજ પણ કરું. ત્યાં રાજા બોલ્યા કે તેથી તો તારૂં પગમાં સ્થાન છે જ્યારે મુગટ અને હારનું સ્થાન તારાથી ઘણું ઉંચે છે. જે વાણીનો વધારે ઉપયોગ કરે તેનુ સ્થાન હંમેશા નીચું જ હોય. તેથી જ્યારે પણ બોલો ત્યારે મર્યાદામાં રહીને બોલો. 
 
ઓછું બોલવું અને ટેલીગ્રામની ભાષાની જેમ જોખી જોખીને બોલવું. અજ્ઞાની બોલ્યા પછી વિચારે જ્યારે જ્ઞાની વિચાર્યા પછી બોલે. જેમ કે એક રાજાને સ્વપ્ન આવ્યું તે સ્વપ્નનું ફળકથન માટે એક જ્યોતિષને બોલાવ્યો. તેણે અર્થ ઘટન કર્યું કે તમારા બધા સગા વહાલા તમારી હાજરીમાં મૃત્યુ પામશે ત્યારે ક્રોધીત થયેલા રાજાએ જ્યોતિષને દંડ આપ્યો. એજ ફળકથને બીજા જ્યોતિષને શીરપાવ અપાવ્યો. પેલા જેલમાં ગયેલા જ્યોતિષે બીજા જ્યોતિષને પુછ્યું કે સ્વપ્નનું ફળકથન તો તે છે ત્યારે બીજા જ્યોતિષે કહ્યું હા ફળ તો તેજ છે ખાલી કથન કહેવાનો પ્રકાર બીજો હતો. મેં તેમને કહ્યું કે તમે તમારા બધા સગા વહાલા કરતા વધુ જીવશો. આમ કાણાને કાણો કહેવાને બદલે શેણે ખોયા નેણ કહેવાનો મને શીરપાવ મળ્યો.  
વાણી સત્યની સાથે હીતકારી હોવી જોઇએ. જો સામાનાં હીતની હોય તેવી વાણી બોલવી. અહીતકર વાણી શક્ય હોય ત્યાં સુધી બોલવી નહીં. અને જો કોઇ કારણસર બોલવી પડે તો અહીતકર વાત નબળી પાડે તેવી વાત કરવી. બા ને કદી બાપાની બૈરી ના કહેવાય.આમ બોલનારો પોતાની વાણી દ્વારા પોતાની મુર્ખતાનો પરિચય આપે છે. 
 
શબ્દ શબ્દ ક્યા કરે, શબ્દ કો હાથ પાંવ  
એક શબ્દ મર્હમ બને, એક શબ્દ કરે ઘાવ 
   
 શબ્દોની અભિવ્યક્તિ પણ મહાભારતનું કારણ બને છે જેનું જીવંત ઉદાહરણ દ્રૌપદી ની જીભ હતી. તેનું એક વાક્ય પાંડવો અને કૌરવોનાં અંત સમાન મહાભારતમાં ફેરવાયું. “આંધળાનાં દીકરા તો આંધળા હોયને?” તે અપ્રિય રીતે ઉચ્ચારાયેલ અર્ધ સત્ય હતું ઉપાલંભ હતો.પણ તે કારણે દુર્યોધનનાં અહંને વાગેલી ઠેસ્ અત્યંત લોહીયાળ મહાભારત યુધ્ધમાં ફેરવાયું.  
 

જે બોલો તે પાળવાની તૈયારી રાખવી …..રામચંદ્રજીની બાજુમાં હનુમાન બેઠા છે. સામેથી વિભિષણ આવે છે અને રામચંદ્રજી તેમને લંકા નરેશ કહીને બોલાવે છે.ત્યારે હનુમાનજી કહે લંકા તો આપણે જીતી તો વિભિષણ ક્યાંથી લંકાનરેશ થયા? રામચંદ્રજી કહે લંકા ભલે આપણે જીત્યા પણ રાજાને સ્થાને રાજ્યાભિષેક તો વિભિષણનો થશે. આમ કહી રામચંદ્રજીએ પારકાનુ પચાવી નહી પાડવાની રીત જાહેર કરી અને વિભિષણ ને પણ હૈયે ધરપત થઈ કે લંકા નરેશ થઇને તે રાજ્ય કરશે. હનુમાનજીએ પ્રતિપ્રશ્ન કર્યો કે અને જો રાજા રાવણ હારેજ નહીંતો..? તે સમયે રામચંદ્રજી મક્કમતાથી કહ્યું તો તેમને અયોધ્યાની ગાદી આપીને પણ મારુ તેમને રાજા બનાવવાનું પ્રણ પુરુ કરીશ્.તેથી તો કહ્યું છે ને કે રઘુકુલ રીત ચલી આઇ પ્રાણ જાયે પર વચન ના જાયે. 

 
 કુતરું ભસે, ગધેડું ભુંકે, હાથી ચિત્કારે, ઘોડો હણ હણે, મોર કેકારવ કરે, કોયલ મીઠું ટહુકે, સિંહ ગર્જે, કૂકડો બાંગ પોકારે અને કાગડો કા કા કરેત્યારે તમે શું કરો?રસોડામાં ભાંભરો, નબળાની સામે ગર્જો, પણ કદી વિચાર્યું છે કે ટહુકાની કે કેકારવ ની ભાષા આપણે બોલીયે તો કેવા રૂડા લાગીયે?
 
 પાપ તાપ અને સંતાપ સમાવતી ધીર વીર અને ગંભીર વાણી જે ખુબ વિચારાઈને બોલાઈ હોય તે અન્યનાં મનને શાંતિદાયી હોયે તો કેવું સુંદર વાતાવરણ સર્જે…    

 

 

 કુતરું ભસે, ગધેડું ભુંકે, હાથી ચિત્કારે, ઘોડો હણ હણે, મોર કેકારવ કરે, કોયલ મીઠું ટહુકે, સિંહ ગર્જે, કૂકડો બાંગ પોકારે અને કાગડો કા કા કરેત્યારે તમે શું કરો?રસોડામાં ભાંભરો, નબળાની સામે ગર્જો, પણ કદી વિચાર્યું છે કે ટહુકાની કે કેકારવ ની ભાષા આપણે બોલીયે તો કેવા રૂડા લાગીયે?
 
 પાપ તાપ અને સંતાપ સમાવતી ધીર વીર અને ગંભીર વાણી જે ખુબ વિચારાઈને બોલાઈ હોય તે અન્યનાં મનને શાંતિદાયી હોયે તો કેવું સુંદર વાતાવરણ સર્જે…    

 

 

છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ -નીલા એન. શાહ

સંસાર એટલે પાપનો રાફડો… પાપ કર્યા વિના જયાં શ્વાસ પણ ન લઈ શકાય એનું નામ સંસાર….. સંસારમાં રહેલા જીવોને અમૂક પ્રવૃત્તિ જે ફરજીયાત પણે… જવાબદારી રુપે કરવાની હોય છે જે અર્થદંડ તરીકે ઓળખાય છે, કે જેના વગર સંસાર ચાલી જ ન શકે…. પરંતુ એનાથી આગળ વધીને જે પાપો બિનજરુરી છે…. કે જેના વગર ચાલી શકે છે તેવા પાપો અનર્થદંડ તરીકે ઓળખાય છે, જેને અહીં જ છોડવાના છે, અને એને માટે સૌ પ્રથમ તો પાપને સમજવું પડે તો જ અનર્થદંડ ની વિરતી કરી શકાય… જે આત્મા પાપને પાપ રુપે માને નહી તે આત્મા નાનું પાપ પણ નિધ્વંસપણે કરે છે… નિર્ભિક બનીને કરે છે… અને આ નિર્ભિકતા જ આત્માને પછાડે છે… મારે છે……

              જૈનશાસન માને છે કે, આત્મા પર સંસાર  એક જાતનો ભયંકર રોગ છે…. આત્માનું સાચુ આરોગ્ય એ મુક્તિ છે. સંસાર રુપી ભયંકર રોગથી રીબાતા મનુષ્યોને બચાવવા વીતરાગ દેવ ધન્વંતરી સમાન છે. સંસાર ઉપર વૈરાગ્ય જન્મ્યા સિવાય ઈશ્વર પર રાગ જન્મે જ નહી એથી સંસારમાં રહેવું હોય તો વિરક્ત પણે જ રહેવું… જયારે સંસાર ના પદાર્થોને મેળવવાની મહેનત નકામી અને નુકશાન પહોંચાડનારી છે અને આત્માનો નિસ્તાર કરે એ જ જૈનશાસનનું મંગળ છે. જૈનમૂનિઓ ધર્મગુરુ હોય પણ સંસારગુરુ ન હોય…. સંસાર દુખમય છે… દુખ ફલક છે અને દુખ પરંપરક છે જયારે મોક્ષ એકાંતે સુખમય છે. ભગવતીસૂત્રના પ્રવચનોમાં જણાવાયુ છે કે કે, સંસાર દુઃખની ખાણ છે… નિરાબાધ સુખનું સ્થાન મુક્તિ સિવાય બીજે કયાંય નથી અને મુક્તિ માટે અસાધારણ કારણ જો કોઈ પણ હોય તો તે સંયમ છે… નંદિ સયા સંજમે સંયમ એટલે સ્થિરતા… આ ગુણ આત્માની સાથે અભેદપણે રહેલ છે. Continue reading

જૈન ધર્મ – અન્ય ધર્મની તુલનાએ -નીલા એન. શાહ

પોતાની મા ના વખાણ કોણ ન કરે ? હું જૈન છું માટે જૈન દર્શનના વખાણ કરું કે શ્રેષ્ઠતા પૂરવાર કરું તો એમાં કશું જ અજુગતુ નથી પણ આશ્ચ્રર્યની વાત તો એ છે કે જેમ સૂર્ય – ચંદ્ર – આકાશ – પૃથ્વી – પવન – વર્ષા બધાંના છે તેમ મહાવીર પ્રભુ પણ કેવળ જૈનોના જ નહીં પણ સમગ્ર વિશ્વનાં છે.

              ભારતના ૯ દર્શનોમાં યોગદર્શન, વેદાંતદર્શન, સાંખ્ય – દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વમિમાંસા, ઉત્તરમિમાંસા, બૌધ્ધદર્શન ચાર્વાક દર્શન અને જૈનદર્શન છે. જૈનદર્શનમાંથી જૈનદર્શનની વિશિષ્ટતાએ અનેરી છે…. કારણ કે ભગવાન ગૌતમબુધ્ધના નામથી બૌધ્ય દર્શન, ઈશુખ્રિસ્તના નામથી ઈસાઈ ધર્મ, વિષ્ણુ ભગવાનના નામથી વૈષ્ણવધર્મ, શિવના નામથી શૈવધર્મ દુનિયામાં  પ્રચલિત છે પણ મહાવીર કે ઋષભના નામે મહાવીર ધર્મ કે ઋષભ ધર્મ પ્રચલિત નથી. જેણે પછી કોઈપણ આત્માએ રાગ-દ્વેષ વગેરે અંતઃશત્રુને જીત્યા તે જિન કહેવાય અને તેમણે જે ધર્મ સ્થાપ્યો તે જૈન ધર્મ કહેવાયો, અને તેના અનુયાયીઓ જૈન કહેવાય. અહી નાત-જાત કે દેશકાળની કોઈ એક વ્યકિતને ધર્મ સ્થાપવાનો એકહથ્થુ અધિકાર નથી અપાયો. જેનામાં ધર્મ સ્થાપવા માટે સર્વજ્ઞતા અને વીતરાગતાનો ગુણ હોય તે જૈનદર્શન પૂજય પ્રણેતા તીર્થીંકર બન્યા – અહીં વ્યકિતના નામને નહી પણ ગુણને મહત્વ અપાયું છે આ જ જૈનદર્શનની વિશિષ્ટતા છે કે જેનામાં વ્યકિતની નહી પણ ગુણની પૂજા થાય છે. Continue reading

“ જૈનધર્મ અને વિજ્ઞાન’’- નીલા એન. શાહ

           

“ Science, without religion is lime; Religion, woithout science is blind ’’

(ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે.)

ઉપરોક્ત વિધાન આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું છે. તેઓ જણાવે છે કે જૈનદર્શન એ વિજ્ઞાન સાથેનો ધર્મ / દર્શન છે.

 • શંકા તથા સમાધાન – વર્તમાન કાળમાં વિજ્ઞાન એ માનવ જીવનનું આવશ્યક અંગ બની ગયું છે, એટલે દરેક માનવ કોઈપણ પ્રશ્નનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ વિચાર કરે છે, અને વૈજ્ઞાનિક પધ્ધતિએ જ તેનો ઉત્તર મેળવવાનો પ્રયાસ કરે છે જો કે જૈનધર્મના શાસ્ત્રો – ગ્રંથોમાં ઘણાંખરા વૈજ્ઞાનિક સિધ્ધાંત પ્રાપ્ત થાય છે. તેમ છતાં હાલમાં ઘણાંખરા પ્રશ્નો એવા છે કે જૈમાં જૈનશાસ્ત્રો તથા આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ રીતે અલગ પડે છે.
 • અવગાહના જૈનપુરાણોમાં કલિકાંલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી એ રચેલ ત્રિષશ્ઠી શલાકા પુરુષ ચરિત્ર નું અદ્વિતિય સ્થાન છે. આ ગ્રંથમાં મહાપુરુષોના શરીરની અવગાહનાની વાત કરવામાં આવી છે, તે મુજબ પ્રભુ શ્રી આદિનાથની ઉંચાઈ 500 ધનુષની હતી. જેને અત્યાર ની દ્રષ્ટિએ ફૂટમાં ગણીએ તો 3000 ફુટ થાય. પરંતુ આજે આ બધી વાતો કાલ્પનિક ગણાય છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે વિજ્ઞાનનો કોઈપણ સિધ્ધાંત અપરિવર્તન શીલ નથી. આજે જે સત્ય સાબિત થાય તે ભવિષ્યમાં અસત્ય પણ સિધ્ધ થઈ શકે છે.
 • કાળ ચક્ર કાળચક્રની બાબતમાં જૈનધર્મ અને વિજ્ઞાન ને ઘણું સામ્ય છે. વિજ્ઞાનીઓની માન્યતા મુજબ પૃથ્વીની ઉત્પત્તિ સૂર્યમાંથી થઈ અને આ ઘટના લગભગ સાડાપાંચ અબજ વર્ષો પૂર્વે બની. જૈનકાળ ચક્રની સાથે તેનો મેળ અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગને એક કોસ્મિક કેલેન્ડર તૈયાર કર્યું છે તેમાં આબેહૂબ બેસાડયો છે.

જો કે જૈનધર્મ અનુસાર સૂર્, પૃથ્વી, સજીવસૃષ્ટિ ની ઉત્પત્તિ નવી નથી, પરંતુ આધુનિક વિજ્ઞાન એ બાબત માં સંમત નથી થતુ…. તે તો ઉત્પત્તિને નવી જ માને છે. જૈનધર્મ પ્રમાણે કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી – જયારે વિજ્ઞાનમાં માત્ર ઉત્કાંતિકાળની જ વાત આવે છે. ડાર્વિનના ઉત્કાંતિકાળનું આદિબિંદુ એટલે જ જૈનધર્મના કાળચક્રના અવસર્પિણી વિભાગનું આદિબિંદુ રુપ પ્રથમ આરાની શરુઆત.

              જૈનધર્મ અને વિજ્ઞાનમાં પાયાનો તફાવત એ છે કે વિજ્ઞાન માને છે કે બ્રહ્માંડનો સંપૂર્ણ નાશ થઈ ગયા પછી બધું જ ફરીથી અસ્તિત્વમાં આવે છે, જયારે જૈનધર્મ અનુસાર પ્રથમથી જ બધાનું અસ્તિત્વ હોય છે માત્ર સંજોગો અનુકૂળ બધાંનો વિકાસ થાય છે.

 • કંદમૂળ આજ કાલ ઘણાં કાં લોકો કંદમૂળ અંગે પણ જાત જાતના પ્રશ્ર્નો કરે છે….. દા.ત. કંદમૂળમાં અનંત જીવ હોય તો તે સૂક્ષ્મ દર્શક યંત્રમાં તો અવશ્ય દેખાવા જોઈએ જેમ કે… દહીંમાં બેકટેરીયા દેખાય છે તેમ….. પરંતુ આ દલીલ યોગ્ય નથી…. બેકટેરીયા સાથે યીસ્ટ વગેરે બેઈન્કિય જીવો હોવાથી દહીંમાં તે અલગ તરી આવે છે, અને તેથી જ તે સૂક્ષ્મદર્શક યંત્રમાં અલગ દેખાય છે. જયારે વનસ્પતિ સ્વયં સજીવ છે માટે તેમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જીવ – આત્માને જોવાનો પ્રશ્ર્ન જ અસ્થાને છે. વનસ્પતિકાયના મુખ્ય બે ભેદ છે.
  • પ્રત્યેક વનસ્પતિકાય – જેમાં દરેક આત્માના સ્વતંત્ર અસ્તિત્વને જણાવનાર પોતપોતાનું સ્વતંત્ર શરીર છે.
  • સાધારણ વનસ્પતિકાય જેમાં અનંત જીવોનું એક જ શરીર છે. 

આધુનિક વિજ્ઞાનની માન્યતા છે કે પ્રત્યેક સજીવ પદાર્થમાં તેના શરીરના મૂળભૂત એકમ સ્વરુપ કોષ છે. આવા અબજો કોષો મળીને સજીવ પદાર્થનું શરીર બને છે. દરેક કોષ સજીવ હોવાથી બટાકા વગેરેમાં અનંત જીવરાશિ છે માટે કંદમૂળને અભક્ષ્ય ગણી શકાય. કેટલાક કહે છે કે જયાં જીવોનો સમૂહ છે તેની અનુકૂળ પરિસ્થિતિનો નાશ કરી દેવામાં આવે તો તે જીવો મરી જતાં તેમાં સડો થઈ જતાં લાંબા સમય સુધી સારા રહી શકે નહીં. પરંતુ કંદમૂળ ઘણાં લાંબા સમય સુધી તાજા રહે છે….. જો તેમાં જીવ હોય તો તે જમીનમાં સૂરક્ષિત રહે પણ માટીમાંથી બહાર કાઢયા પછી તે જીવો નાશ પામે અને સડવા માંડે પરંતુ આ માન્યતા ખોટી છે. જીવો ત્યારે જ નાશ પામે, જયારે તે અગ્નિથી રંધાય.

બીજી વાત એ છે કે, સજીવ પદાર્થમાંથી આત્મા નીકળી જાય એટલે તેમાં સજી જ થાય એવો  કોઈ નિયમ નથી. આધુનિક વિજ્ઞાનમાં મૃતકને શુષ્કીકરણ દ્વારા લાંબો સમય સુધી સાચવી શકાય છે. આમ, કંદમૂળમાં જીવોનું મૃત્યુ થયા પછી તેને સુકવી દેવામાં આવે તો તેમાં સડો થતો નથી… જેમ કે, આદુ માંથી સૂંઠ….. તેનું શુષ્કીકરણ આપો આપ થઈ જાય છે. જયારે બટાકાનું શુષ્કીકરણ પોતાની જાતે થતું ન હોવાથી તે કંદમૂળ સુકુ થયા પછી પણ અભક્ષ્ય છે.

              આહાર શુધ્ધિ જ આચાર શુધ્ધિ લાવી શકે માટે આહાર શુધ્ધિ જ અતિ આવશ્ય ક છે અને તેથી જ કંદમૂળ અનંતકાય હોવાથી તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. હવે, એક પ્રશ્ર્ન એ પણ ઉદભવે કે મગફળી પણ જમીન માં જ થાય છે તો તે ભક્ષ્ય કે અભક્ષ્ય ? તો એનો ઉત્તર એ આપી શકાય કે મગફળીમાંથી નવો છોડ ઉત્પન્ન થયો નથી તેથી તે ભક્ષ્ય છે.

 • બહુબીજ રીંગણા અભક્ષ્ય છે કારણ કે તે બહુબીજ છે તો પ્રશ્ર્ન એ થાય કે કાકડી – ભીંડા પણ બહુબીજ છે તો તે કેમ ભક્ષ્ય ગણાય છે ? તો આનો ઉત્તર એ અપાય કે કેટલાંક શાકભાજી રંધાય ત્યારે તેના બીજ નિર્જીવ થઈ જાય છે અને કેટલાંક નિર્જીવ થતાં નથી. હવે, અંજીર કાચા ખવાય તેથી તેના બી નિર્જીવ થતાં નથી તેથી તે અભક્ષ્ય કહેવાય કાકડી – ભીંડા રંધાઈ જતાં બી નિર્જીવ થઈ જાય તેથી તે ભક્ષ્ય છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે રીંગણમાં અન્ય શાકભાજી કરતાં વિષમય દ્વવ્ય વધુ હોવાથી તે અભક્ષ્ય છે.
 • જયણા જૈનધર્મમાં જયણા જ મુખ્ય ધર્મ છે માટે ઓછામાં ઓછા સાવધ વ્યાપાર દ્વારા જીવન નિર્વાહ કરવાની સૂચના શાસ્ત્રકારોએ આપી છે જે જયણાના પાલન દ્વારા જ સફળ બને.
 • જીવોમાં લીંગ જૈનશાસ્ત્રોમાં એકેન્દ્રિય – તેઈન્દ્રિ – ચઉરિન્દ્રિય જીવો નપુસકલિંગ હોય છે અને તેમનો જન્મ સંમુર્છન પધ્ધતિએ થાય છે પરંતુ વિજ્ઞાન તેને અસત્ય બતાવે છે. વિજ્ઞાન કહે છે કે કીડી, માખી, મધમાખી વગેરેમાં રતિક્રિયા થાય છે અને તેમાં લિંગી પ્રઝનન થાય છે. તેમાં નર-માદા હોય છે…. તો શું ખરેખર એવું હોય ? એનો ઉત્તર મેળવવા જૈનશાસ્ત્રોનું પરિશીલન કરવું જોઈએ…. તો પ્રથમ તો જૈનશાસ્ત્રોમાં પરસ્પર વિરોધી જણાતા વચનોનો નય સાપેક્ષ દ્રષ્ટિએ વિચાર કરીએ તો તત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં જણાવાયું છે કે નારક યોનિમાં ઉત્પન્ન થનારા જીવો અને બધાં જ સંમુર્ચ્છિમ જીવો નપુંસક છે. દેવયોનિમાં કોઈ નપુંસક હોતું નથી. દેવ-દેવી એમ બે જ પ્રકાર છે જે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય હોય છે તેમાં ત્રણે લિંગ હોય છે.
 • જીવોમાં સંજ્ઞા પ્રત્યેક જીવમાં વ્યક્ત કે અવ્યક્ત રુપે નીચેની ચાર સંજ્ઞા તો હોય છે જ, આહાર, ભય, મૈથૂન, પરિગ્રહ – શાસ્ત્રોમાં કયાંક દશ સંજ્ઞા પણ બતાવાઈ છે. પણ ઉપરની ચાર સંજ્ઞા તો પ્રત્યેક જીવ માત્ર માં હોય જ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુસકલિંગ હોય, મૈથૂન સંજ્ઞા તો દરેકમાં હોય છે.
 • પુદગલ સંજ્ઞાના ભેદ પુદગલ દ્વવ્યના મુખ્ય ચાર ભેદ છે. સુંધ, દેશ, પ્રદેશ, પરમાણુ – પુદગલ સ્ક્રંધના મુખ્ય 6 ભેદ છે. બાદર – બાદર, બાદર, બાદર – સૂક્ષ્મ, સૂક્ષ્મ – બાદર, સૂક્ષ્મ, સૂક્ષ્મ – સૂક્ષ્મ આ 6 પ્રકારમાં તો જૈનધર્મ અને વિજ્ઞાન બન્ને માને છે, પરંતુ પ્રશ્ન તેના ઉદાહરણ અંગેનો છે. જૈનશાસ્ત્રકારો વાયુને સૂક્ષ્મ – બાદરમાં મૂકે છે. જયારે પ્રકાશને બાદર – સૂક્ષ્મમાં મૂકે છે. આમ પ્રકાશ કરતાં વાયુને અધિક સૂક્ષ્મ બતાવ્યો છે. જયારે આધુનિક વિજ્ઞાને એ સિધ્ધ કરી બતાવ્યું છે કે, વાયુના કણ કરતાં પ્રકાશના કણ અતિસૂક્ષ્મ છે, તેથી જૈન માન્યતા બરોબર નથી, પરંતુ જૈનશાસ્ત્રોનું વિધાન હમેશા નયસાપેક્ષ જ હોવાથી તે અન્ય નયની અપેક્ષા એ કદાચ અસત્ય હોય પરંતુ સર્વથા અસત્ય હોતુ નથી.

આપણે અગ્નિને સ્પષ્ટ રુપે જોઈ શકીએ છીએ તેને સ્પર્શતા તે ઉષ્ણ પણ લાગે છે જયારે વાયુ ગતિમાન થાય છે ત્યારે ફક્ત તેનો સ્પર્શ જ ઈન્દ્રિયગોચર થાય છે માટે અગ્નિને બાદર – સૂક્ષ્મમાં અને વાયુને સૂક્ષ્મબાદર શ્રેણીમાં મુકવો જ યોગ્ય છે. આ બધી વાતો તફાવતની થઈ અને હવે જૈનધર્મ અને વિજ્ઞાનની સમાનતા કયાં કયાં છે તેની વાતો જોઈએ.

 • સમાનતા જૈનદર્શનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મેળ છે, અલબત્ત, જૈનવિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તિર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે. જયારે આધુનિક વિજ્ઞાન મહદઅંશે પરિણાત્મક છે. તો પણ બન્નેમાં મૂળભૂત ખ્યાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. વિજ્ઞાન એ નવા વિચારો નીપજાવવાની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ઘટના કે પદાર્થની ત્યાર પછીની પૂર્નરચના માટેનો પ્રયત્ન છે જયારે જૈનદર્શન એ સજીવ – નિજીવ પદાર્થો સહિત આ બ્રહ્માંડના પ્રત્યેક પાસાનું નિરુપણ કરે છે.

સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપ્ત સજીવ – સૃષ્ટિમાં મનુષ્ય એ સર્વોપરી પ્રાણી છે એમ વિજ્ઞાન અને જૈનધર્મ બન્ને સ્વીકારે છે. વિજ્ઞાન મનુષ્યને સજીવ સૃષ્ટિમાં સૌથી વધુ બુધ્ધિશાળી અને પ્રગતિશીલ માને  જયારે જૈનધર્મ વિજ્ઞાને કહેલી બાબતને સ્વીકારે છે પણ જુદી રીતે…. કે આ વિશ્વમાં મનુષ્ય સિવાયનું કોઈ પણ પ્રાણી કર્મના બંધન તોડી મુક્તિ પામવા સમર્થ નથી અને એ રીતે જોઈ તો વિજ્ઞાન અને જૈનધર્મ બન્ને સિક્કાની બે બાજુ જ છે. છતાં એક વાત તો સ્પષ્ટ છે કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી જયારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મૂખ્ય વસ્તુ છે.

ભારતીય દર્શનોમાં જૈનધર્મ મહત્વનું સ્થાન ધરાવે છે. અત્યારે વિજ્ઞાનીઓ કાળના સૂક્ષ્મ એકમ તરીકે સેકંડને ગણે છે. જયારે જૈન પારિભાષિક માપમાં સમય એ સેકંડ કરતાં પણ સૂક્ષ્મ છે. આમ જોવા જઈએ તો ધર્મ અને વિજ્ઞાન એ જુદાં જુદાં સ્તરના વિષયો છે. ધર્મ એ ચિંતનજન્ય પ્રવૃત્તિ છે જયારે વિજ્ઞાન એ અનુભવ જન્ય પ્રવૃત્તિ છે. પરંતુ તેના મૂળભૂત સિધ્ધાંતો તો ચિંતનજન્ય જ છે ફેર એટલો કે આ ચિંતનજન્ય સિધ્ધાંતોમાંથી જે પરિણામ મળે તે પ્રયોગની દ્રષ્ટિએ કસોટીએ પાર ઉતરે પછી જ આ ચિંતનજન્ય સિધ્ધાંતો વિજ્ઞાનમાં સ્થાન પામે.

ચિંતનજન્ય પ્રણાલી આપણને સાંસ્કૃતિક વારસામાંથી મળી છે અને વિજ્ઞાનની અનુભવજન્ય પ્રણાલી આપણેને પશ્ચિમ સાથેના સંપર્ક થી મળી છે.

અંતે….. જીનાજ્ઞા વિરુધ્ધ કંઈ પણ લખાયું હોય તો “ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડંમ ’’

21 મી સદીમાં જૈન ધર્મ અને અહિંસા-નીલા એન. શાહ

            જૈન ધર્મ એ વિશ્વનો એક મહાન ધર્મ છે. જૈન ધર્મ અહિંસા ધર્મ કથંચિત અર્થાત અનેકાંતવાદ કે સ્યાદ્વાદધર્મ, આર્હત ધર્મ, નિગ્રંથ ધર્મ આદિ નામે ઓળખાય છે. અહિંસા એ જૈન ધર્મનો પ્રાણ છે. જૈન સાધુઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. અહિંસા જ ઉત્કૃષ્ટ માનવધર્મ છે. જૈન ધર્મ સંસારનો કર્તા, ધર્તા અને સંહર્તા એવા એક ઈશ્વરને માનતો નથી. આ ધર્મમાં મનુષ્યથી મોટું કોઈ બીજું મહાન પ્રાણી નથી.

              સમગ્ર વિશ્વએ ષડજીવનિકાય જીવંત જીવસૃષ્ટિ છે. 21 મી સદીમાં માનવજાતે પ્રકૃતિનું ભયંકર શોષણ કરી મુંગી જીવસૃષ્ટિનો કચ્ચરધાણ કર્યો છે. આજે કરોડોની સંખ્યામાં પશુઓની કતલ માત્ર માનવીઓના ખોરાક માટે થઈ રહી છે. ધરતીકંપ, વાવાઝોડા, અનાવૃષ્ટિ જેવા પ્રકૃતિના ઉપદ્રવોથી જો માનવજાતને બચાવવી હોય તો પૃથ્વીને પાટલે અમારિપડહની જરુર છે. “ અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ, અહિંસા પ્રભવો ધર્મ ’’ એ માનવ સંસ્કૃતિનું સુરક્ષા સૂત્ર છે. જેનો અનાદર સ્વયં ના વિનાશને નોતરશે. Continue reading

નવકાર મહામંત્રનું મહાત્મ્ય-નીલા એન. શાહ

“ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ! ’’

              જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી  સમાયેલી છે. નવકારમાં  સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યંત્રમાં સિધ્ધ ચક્ર, સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.

              જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધળા પુણ્યનાં સમુહનો સ્વામી શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપી ગુફામાં નવકારરૂપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રૂપ હાથી કે કુવિકલ્પ રૂપ હરણા પ્રવેશી શકતાં નથી.

(1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો ……

              (1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ

              (2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર

              (3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર

              (4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર

(2) નવકારના પદો, સંપદાઓ, અક્ષરો

              – નવકાર ૧૪ પૂર્વનો સાર છે.

              – નવકારના નવપદો છે.

              – નવકારની આઠ સંપદાઓ છે.

              – નવકારના ૬૮ અક્ષરો છે.

              – પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)

              – છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)

(3) નવકારના પ્રથમ પાંચ પદો……. પંચપરમેષ્ઠી

              – નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે…. દેહધારી મુકતાત્મા તે અરિહંત

              – પ્રથમ પદમાં અનંત મહાવીર ભગવંતોને નમસ્કાર થાય છે…. દેહમુક્ત મુક્તાત્મા તે સિધ્ધ

              – બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે….. પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનું પાલન કરાવનાર આચાર્ય

              – ત્રીજા પદમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે….. મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયન કરાવનાર ઉપાધ્યાય

              – ચોથા પદમાં આપણો આત્મા અનંત યશોવિજયજી મહારાજ જેવા ઉપાધ્યાય ને નમે છે.

              – પાંચમાં પદમાં જૈન શાસનની ખાણમાં અનંતકાળની ભીતરમાં ધન્ના અણગાર જેવા સાધુને નમસ્કાર થાય છે.

              આ બધાને નમવાનો લાભ આ પાંચ પદો દ્વારા પ્રાપ્ત થાય છે.

નવકાર વાળીના ૧૦૮ મણકાઓ.

પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

 •          અરિહંતના ૧૨ ગુણ
 •               સિધ્ધ ના  ૦૮ ગુણ
 •               આચાર્યના ૩૬ ગુણ
 •               ઉપાધ્યાયના ૨૫ ગુણ
 •               સ્રર્વ સાધુના ૨૭ ગુણ
 •            કુલ્લે      108 ગુણ

આ 108 ગુણ પ્રાપ્ત કરવા 108 જાપ કરવામાં આવે છે.

નવકારના પ્રથમ પાંચ પદો…… પંચપરમેષ્ઠી

 • નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે. દેહધારી મુક્તાત્મા તે અરિહંત
 • પ્રથમ પદમાં અનંત મહાવીર ભગવંતોને નમસ્કાર થાય છે. દેહ મુક્ત મુક્તાત્મા તે સિધ્ય
 • બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે. પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનુ પાલન કરાવનાર આચાર્ય
 • ત્રીજા પદમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે. મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયનકરાવનાર ઉપાધ્યાય
 • ચોથા પદમાં આપણો આત્મા અનંત યશોવિજયજી મહારાજ જેવા ઉપાધ્યાય ને નમે છે.
 • પાંચમાં પદમાં જૈનશાસનની ખામમાં અનંતકાળની ભીતરમાં અનંત ધન્ના અણગાર જેવા સાધુને નમસ્કાર થાય છે.

આ બધાને નમવાનો લાભ આ પાંચ પદો દ્વારા પ્રાપ્ત થાય છે.

નવકાર જાપ મહિમા……..

 • નવલાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર, સો ભવિયા ચોખ્ખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર

o    નવલાખ નવકાર મંત્ર ગણનાર નરક અને તિર્યંચ ગતિ ઉપર મજબુત તાળા વાસી શકે છે.

 • નવકારના એક અક્ષરના જાપ થી 7 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવું મોહનીય કર્મ તૂટી જાય છે.
 • નવકારનું એક પદ 50 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવુ મોહનીય કર્મ તોડી નાંખે છે.
 • આખો નવકાર 500 સાગરોપમનું (પાપ) મોહનીય કર્મ દુર કરે છે.
 • એક બાંધાપારાની નવકારવાળી 54000 સાગરોપમ નું પાપ તોડે છે.
 • વિધિ પૂર્વક એક લાખ નવકાર ગણીને પૂજે તેને તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે.
 • જે ભક્તિ વડે આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વખત નવકાર ગણે તે શાશ્ર્વત પદને પામીને ત્રીજે ભવે મોક્ષે જાય છે.

નવકારની તાકાત…….

 • એક તરફ એક હજાર મણ લાકડા અને બીજી તરફ અગ્નિને એક કણીયો
 • એક તરફ હજારો ઉંદર અને બીજી તરફ એક જ બિલાડી
 • એક તરફ હજારો ધેટા-બકરા અને બીજી તરફ નાનકડુ સિંહનું બચ્ચુ
 • એક તરફ હજારો (અનંતા) ભવ ના કર્મો અને બીજી તરફ એક નવકાર

માટે જ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. નવકારના સ્મરણ થી જેમ ગારૂડિક સર્પનું ઝેર મંત્રથી ઉતારે છે તેમ સંસારના રાગદ્વેષનું ઝેર નવકાર મંત્રથી ઉતરે છે.

નવકાર માં ત્રણ તત્વો……

              નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે.

 • દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા
 • મરણની જાણ ન હોવાથી સંસારની સર્વ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા
 • બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી

નવકાર મહિમા…….

 • નવકાર મંત્ર પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન છે.
 • નવકાર મંત્ર કર્મરૂપી વન ને બાળવા દાવાનળ સમાન છે.
 • નવકાર મંત્ર દુઃખરૂપી વાદળને હટાવવા પવન સમાન છે.
 • નવકાર મંત્ર મોહરૂપી દાવાનળને ઠારવા મેઘ સમાન છે.
 • નવકાર મંત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા સૂર્ય સમાન છે.

નવકાર મંત્ર  મહિમાના દ્રષ્ટાંતો………

1.  હેમચંદ્રચાર્યે પોતાની માતા પાહિનિના સ્વર્ગવાસ વખતે 1 કરોડ નવકારનો જાપ કર્યો હતો.

2.  ચૌદ પૂર્વધરો પણ અંત સમયે ચૌદ પૂર્વને યાદ કરતા નથી પરંતુ નવકારનું જ સ્મરણ કરે છે.

3.  ભીલ-ભીલડી પણ નવકારના જાપથી દેવલોકમાં ગયા.

4.  શ્રીમતી શેઠાણી ને પણ સસરાએ મૂકેલા સર્પનું નવકારના સ્મરણથી ફુલની માળામાં રુપાંતર થઈ ગયુ.

5.  જિનદત્ત શેઠે બિજોરુ રાજાને પહોંચાડવામાં નવકારનાં જાપથી દુષ્ટ દેવને વશ કરી લીધા

6.  સમડીના મરણ વખતે મૂનિએ નવકાર સંભળાવ્યો અને સુદર્શન રાજકુમારી તરીકે ઉત્પન્ન થઈ.

7.  શૂળીએ ચઢેલો પિંગળ ચોર પણ આણંતાણંના જાપથી દેવલોકમાં ગયો.

8.  મરણ વખતે પાર્શ્ર્વકુમારે સર્પને નવકાર સંભળાવ્યો તો તે મરીને ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો.

9.  અમરકુમાર અને રત્નાવલી પણ નવકારના સ્મરણથી તરી ગયા.

10.  ઉપસંહાર – આમ ત્રણે લોકમાં શ્રી જિન નમસ્કાર પ્રધાન છે. સદાકાળ શાશ્ર્વત છે.

 • નવકાર મંત્ર એ નરસુખ, સુરસુખ, શીવસુખનું પરમધામ છે.
 • નવકાર મંત્ર કલ્પવૃક્ષ, કામધટ, કામધેનુ, ચિંતામણી વગેરે જેવી ઉપમાને લાયક છે.
 • નવકાર મંત્ર જીવને દીર્ધજીવી, દિવ્યજીવી, ધનંજયી મૃત્યંજયી, શેત્રુંજયી, અને ચિરંજીવી બનાવે છે.
 • જે કોઈ ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે જાપ છે અને જનાર છે તે સર્વે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના પ્રતાપે જ ગયા છે. જાય છે અને જશે.

“ સમરો મંત્ર ભલો નવકાર અનો અર્થ અનંત અપાર

“ સમ્યગ્ દર્શન શુધ્ધં યો, જ્ઞાનં વિરતિમેવ ચાપ્નોપ્તિ

  દુ:ખનિમિત્તં અપીડદં, તેનં સુલબ્ધં ભવતિ જન્મ ’’

“ અરિહંત મહદ્ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો

જિણ પન્નતં તત્તં, ઈઅ સમ્મતં મએ ગહિયં

જંજં મણેણ બધ્ધં જંજં વાએણં ભાસિઅં પાવં

જંજં કાએણ કયં મિચ્છામિ દુક્કડં તસ્સ”

“ ત્વમેવ સચ્ચં નિ:શંક, જં જિણેહી પવેઈયં ’’

“ સમ્યગ દ્રષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ

અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ’’

“ હે દેવ, તારા દિલમાં વાત્સલ્યના ઝરણા વહે

હે નાથ, તારા નયનમાં કરુણા તણા અમૃત ઝરે

વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા

તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યાં’’

હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહુ

કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું

તું મોક્ષની મોઝારમાં, હું દુ:ખ ભર્યા સંસાર માં

જરા સામુ તો જુઓ નહિં તો કયાં જઈ કોને કહું.’’

ભગવાન શ્રી મહાવીરની વિચારધારાને આજના યુવકો-નીલા એન. શાહ

              મિત્તિમેં સવ્વ ભૂએસુ, વેરં મજઝં ન કેણઈ ’’

“ જગત ના સર્વજીવો સાથે મારે મૈત્રી છે, મારે કોઈની પણ સાથે વેર નથી ’’ એમ કહીને પ્રભુ વીરે આજના યુવકોને મૈત્રી ભર્યું જીવન જીવવાનો બોધ પાઠવ્યો છે. પ્રભુવીરે જિનેશ્ર્વર બનતાં પહેલા જગતનાં જીવ માત્ર સાથે મૈત્રી બાંધી હતી, તેઓ કહેતા, વેગળા રાખો તો વેર વધે, અળગા રાખો તો અદેખાઈ વધે, અળખામણા બનાવો તો સખણા રહે નહી માટે જીવ જ જીવનો મિત્ર છે. ’’ મૈત્રી સાધે તે માનવ, મહા મૈત્રી સાધે તે મહામાનવ અને પરમમૈત્રી સાધે તે પરમાત્મા, દુશ્મન બનનાર ને દુશ્મનાવટનો મોકો જ મળવા ન દેવો, શત્રુતાને શયતાનિયતમાં પાંગરવા જ ન દેવી, સ્વમાં સર્વ ભળી જાય તો જ સર્વજ્ઞ બની શકાય. જગતના સર્વ જીવોને ચાહવાથી જગતની ચાહના મેળવી શકાય છે. જગત પૂજય બનવાનો આ સરળ કિમીયો પ્રભુ વીરે આજના યુવકો ને બતાવ્યો છે.

              ગર્ભમાં રહીને માતાના સુખની ચિંતા કરનાર પ્રભુ વીરે આજના યુવકોને પ્રથમ સંદેશો આપ્યો કે, પરમ ઉપકારી માતાપિતાની સદા ભક્તિ કરો. બીજો સંદેશો નિર્ભયતાનો આપ્યો અને જણાવ્યું કે, હે યુવાનો ! અભય થયા વગર આત્મિક ઉન્નતિ નથી. તેમણે જનતાની ભાષામાં જ જગતને ઉપદેશ આપ્યો. યજ્ઞોમાં થતી પશુ હિંસા અટકાવી મુખ્ય સંદેશ અહિંસાનો અને એ દ્વારા આજના યુવકોને જણાવ્યું કે, તમે જે ધારો તે તમારા પ્રયત્ન થી થઈ શકે છે. તમારા ભાગ્યનાં વિધાતા તમે પોતે જ છો ખુદ ઈશ્ર્વર પણ નથી. તમારે પાંચ મહાવ્રત પાળવા ધટે… અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. યાદ રાખો સત્ય સાપેક્ષ છે. તમે નિરખ્યું તે જ સત્ય એવો એકાન્તે આગ્રહ ન રાખો. અનેકાન્તવાદ વિચારમાં અને અહિંસા આચાર માં સ્વીકારો. ’’.

              પ્રભુવીરે પ્રરૂપેલો સ્યાદ Continue reading