ધન અને ધર્મઃ લેખક- ડો. બરકતઅલી ચારણીયા-

ગરીબ દુનિયા કંઇક વધારે ધર્મ પરસ્ત છેશા માટે?  શું ધન માણસો ને ધર્મ થી દુર લઇ જાય છેકેમ?

મારો અનુભવ અને પ્રસ્તાવના 

હું ભારતમાં ગુજરાત કાઠીયાવાડમાં એક નાના ગામડા માં જનમ્યો હતો કે જેની વસ્તી આશરે ૧૦૦૦ માણસો ની હશે. લગભગ આઠ વરસ ની ઉમરમાં તે ગામડું છોડી ને અમદાવાદ જવાનું થયું. ત્યાં ચારેક વરસ રહ્યા પછી વળી ફરીથી એક નાના એવા શહેરમાં જઈ ને રહેવાનું થયું. ઇંટર કર્યા પછી વળી ફરીથી એક બીજા મોટા શહેર માં થોડો વખત રહી ને લગભગ ૧૮ વરસ ની ઉમર પછી કરાંચી, લંડન અને પછી હ્યુસ્ટન (Houston) અમેરિકા માં રહેવાનું બન્યું. આ રીતે શરૂના ૧૮ વરસ તો ગામડામાં અને નાના શહેરો માં રહ્યો અને ત્યાર પછી ૫૦ થી વધારે વારસો થી ઘણા મોટા શહેરો માં રહેવાનો મોકો મળ્યો. 

જ્યાં સુધી મને યાદ છે હું નાનપણ થી કંઇક વધારે  તાર્કિક અને વિચારશીલ  રહ્યો છું. જે પણ હું જોઉં યા કોઈ પણ સંજોગમાં થી પસાર થાઉં તો મારી ઊંડી જીજ્ઞાસાવૃતિ ના લીઘે હું તેના વિશે વિચારતો જ રહું અને જ્યાં સુધી તેનો કંઇક મારા દિલ ને સંતોષ થાય તેવો જવાબ ના મળે ત્યાં સુધી મજા પણ ના આવે. આવોજ એક વિષય આ નિબંધ નો છે;  “ગરીબ દુનિયા કાંઇક વધારે ધર્મ પરસ્ત છેશા માટે? શું ધન માણસો ને ધર્મ થી દુર લઇ જાય છેકેમ?”

ધર્મ શા માટે અને તેની શું જરૂરત ? 

કુટુંબ ના રીતરિવાજ :  

દુનિયા માં મોટા ભાગ ના બચ્ચાઓ એવા ઘરમાં જન્મ્યા હોય છે જ્યાં તેમના માં અને બાપ કોઈ ને કોઈ ધર્મ પાળતા જ હોય છે.  અમુક માતા પિતા બહુજ વધારે પડતા ધર્મ માં ખુંપેલા હોય છે, જયારે બીજા ફક્ત નામ પૂરતા. પણ બધા ઓછા વધારે જે પણ હોય, ધર્મ માં માનતા જરૂર હોય છે. બચપણ થી ઘરમાં માતા પિતા ને જોઈ જોઈ ને, પછી શેરી માં દોસ્તો ને જોઈ ને અને ત્યાર પછી સ્કૂલ માં દોસ્તો ની અસર માં ધર્મ શીખતા જતા હોય છે.  અમુક માતા પિતા ધર્મ માં એટલા માટે માનતા હોય છે કે તેમને માં અને બાપ  ની કેળવણી એ રીતે થયેલ હોય છે અને ત્યાર પછી સંજોગોવશાત તેમને ધર્મ ની વધારે જરૂરત પડી હોય છે. આ સિવાય ધર્મ પાળવાના બીજા પણ ઘણા કારણો હોય છે જે નીચે પ્રમાણે છે: 

અજાણ્યો ડર:  

 જયારે પણ કોઈ એવી વસ્તુ નો સામનો કરવો પડે ત્યારે તેના પરિણામ ની કોઈ ગેરંટી કે ખાત્રી નથી હોતી. અને આ ડર કોઈ પણ માણસ માટે બહુ જ મોટો ડર હોય છે. બચપણ ની શિખામણ પ્રમાણે આવી સ્થિતિ માં માણસ જે પણ ધર્મ માં માનતો હોય તેના દેવતા કે ભગવાન, કે અલ્લાહ ની પાસે દુવા કરે છે, અને માંગે છે કે તેની ઈચ્છા પૂરી થાય. અને  જો આ પહેલાથી સારી રીતે વિચારેલ પ્લાન હોય તો જાજા ટકા તો થઇ જ જવાનું હોય છે. પણ કામ થવા માટે માણસે એટલી પ્રાર્થનાઓ અને દુઆઓ કરેલી હોય છે કે તેના માટે તો એ બધી પ્રાર્થનાઓ/દુઆઓ ફળી એમ તેને લાગે અને તેથી તેની માન્યતા  વધારે પાકી થઇ જાય છે કે હવે પછી પણ ક્યારેક જરૂરત પડે ત્યારે તે નક્કી કરે છે કે આ એક બહુજ આસન અને સીધો રસ્તો છે જેમાં જાજા ભાગે તેની દુઆઓ કબુલ થાય છે અને તેને તેના અજાણ્યા ડર થી લડવા માટે એક હથિયાર મળી જાય છે. તેને ધર્મ માં વધારે વિશ્વાસ આવે છે અને તે તેના બચ્ચાઓ ને પણ ધર્મ નો વધતે ટેકો લેવાની સલાહ આપે છે. 

માનસિક અને મનોવૈજ્ઞાનીક ટેકો:  

આવા ટેકા ની કોઈ પણ માણસ ને સખત જરૂરત હોય છે જેના સહારે તે પોતાની મરજી મુજબ ની ઈચ્છા ઓ પૂરી કરે અને તેમાં એમ સમજે કે તેને ઉપરવાળાનો સાથ, સહકાર અને ટેકો છે. અત્યાર ની અનિશ્ચિંત દુનિયા માં આવા ટેકા ની કિંમત અમૂલ્ય હોય છે. અત્યાર ની નવી પરિસ્થિતિમાં, દુનિયામાં અનિશ્ચિંતતાઓ ઘણી વધી ગઈ છે.  આવા વખતે માણસ ને જે પણ સહારો મળે તે લેવા માટે તે તૈયાર હોય છે, પછી તે માનસિક હોય કે ધાર્મિક કે કોઇ પણ.

ધર્મ થી દુર થઇ જવા ના કારણો 

માનસિક ટેકા ની જરૂરત નહિ પડવી:  

જયારે માણસ પાસે આર્થીક રીતે સારો ટેકો હોય તો તેને ઉપરવાળા પાસે મદદ માગવાની વધારે જરૂરત ના પડે. તેના જેટલા કામ પડે તેમાંથી મોટા ભાગના કામ અને તેની સમસ્યા નું નિરાકરણ તેના પૈસા થી અને તેની અસ્કયામતક થી તેનુ કામ ચાલી જાય. ફક્ત એવાજ કામ માટે ભગવાન કે ખુદા પાસે હાથ ફેલાવવા પડે કે જેમાં તેના પાસે બીજો કોઈ રસ્તો ના હોય અને તેની પોતાની સગવડ થી તેના કામ નો રસ્તો ના નીકળી શકે અને તેને લાગે કે ક્યાંક થી કોઇક મદદ માગવી જ પડ્શે. 

ઔધોગિક ક્રાંતિ ના પરિણામ :  

ઔધોગિક ક્રાંતિ થકી રોજ્ગાર બધા ને મળી જાય છે. અને બધા પૈસે ટકે સુખી થઇ ગય છે. નાણાકિય રીતે એટ્લા સુખી થઇ ગયા છે કે ઘણાં માણસોનાં  મનમાં કુદરત ની પરાધીનતા યા તેના ઉપર ભરોંસો રાખવા નું જરૂરી રહેતું નથી.  એટલે માનસિક રીતે મનુષ્યને પોતાનામાં હિંમત આવી જાય છે અને તેનો જે અજાણ્યો ડર હતો તે  દુર થઇ જાય છે. 

શહેરીકરણ ની અસર:

શહેરીકરણ પણ લગભગ તેવુંજ પરિણામ લાવે છે. ગામડા કરતા શહેરો માં કામકાજ આસાની થી મળી જાય અને બેરોજગારી ઘણી ઓછી હોય. આવા સંજોગો માં પણ બધા આર્થીક રીતે  સુખી હોય અને તેમનો આધાર કુદરત પર ઓછો થઇ જાય. ગામડા માં બેરોજગારી અને ગરીબી ના કારણે બધા એક બીજા પર આધારિત હોય અને છેલ્લે ઉપરવાળાનો સહારો માંગતા હોય. આવા સંજોગોમાં બધા નું લક્ષ્ય તેમના બચપણ ના સંસ્કારો ને સામે રાખી ને ધર્મ ના તરફ વધારે ખેંચાણ અને આકર્ષણ રહે તે સ્વાભાવિક છે. 

ફરી ફરી થી માગ્યા પછી પણ કામ ના થાય તો સ્થા ઓછી થઇ જાય:

ઘણી વખત આવું પણ બને અને ફરી ફરી ને માગ્યા પછી પણ જો માંગવાવાળાનું કામ ના બને તો તે હતાશ થઇ જાય છે. અને તેની અસ્થા ઓછી થઇ જાય. આવું વધારે વાર થાય તો તેને ફરીથી જયારે જરૂરત પડે ત્યારે દુઆઓ માગવી ખરાબ કરવા જેવું લાગે અને આસ્તે આસ્તે તે ધર્મ થી વેગળો થતો જાય. 

વિજ્ઞાન અને તેની નવી પેઢી પર અસર:

જયારે મોટા મોટા વિજ્ઞાનનાં અભ્યાસી ઓ અને મોટા વૈજ્ઞાનીકોમાં થી ઘણા કુદરત અને ભગવાનમાં પાકી રીતે માને છે, ત્યારે ઘણા તેમનાજ શિષ્યો પોતાને પ્રગતીશાળી દેખાડવા માટે ઉપરવાળા નો ઇનકાર કરતા હોય છે. તેઓ એમ દલીલ કરતા હોય છે કે બધીચીજો નું કંઇક લોજીક (તર્ક) હોવું જોઈએ, જેમાં કોઈ તર્ક ના મળે તેને તેઓ આકસ્મિક ગણતા હોય છે અને એટલે તેમને ધર્મ ની જરૂરત ઓછી લગતી હોય છે. 

ગરીબી અને બેરોજગારી અને અમીરી અને પૈસા નું સુખ;   બંને ની અસર ધર્મ આસ્થા પર

ગરીબી માં સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રભુ પર ભરોસો અને તેનો આધાર વધારે ઉભો થાય છે. આનો મતલબ એ નથી કે બધા પૈસા વાળા ધર્મ માં નથી માનતા. પણ એ વાત ચોક્કસ કે પૈસા હોવા થી માનસિક રીતે ઘણા ભાગ ને મનુષ્યો પોતાને કોઈને યા ખાસ કરી ને પ્રભુ કે જે હર વખત દેખાતો નથી તેને   આધારિત સમજતા નથી. ઔધોગિક ક્રાંતિ પછી અને બીજા વિશ્વ યુધ્ધ પછી ગામડામાં થી ઘણા લોકો દેશાટન કરી ને શહેરો માં ચાલ્યા ગયા છે. ત્યાં તેમને રોજગાર આસાનીથી મળી ગયા અને પૈસા ની એટલી ઓછપ ના રહી કે જે તેઓ ગામડામાં અને ગરીબી માં અનુભવતા હતા. 

ગામડાઓ માં બીજી કોઈ વધારે પ્રવૃત્તિ ના હોવા ના લીધે પણ વસ્તી તેમના ધરમ અને કરમ માં લાગેલા રહે છે. હરવા ફરવા ના સ્થળો કોઈ હોતા નથી અને સિનેમા પણ નહિ. એટલે તેમના પાસે સમય એટલો બધો હોય છે કે તેઓ આવી બધી ધાર્મિક પ્રવૃત્તિ માં રચ્યાપચ્યા રહેતા હોય છે. શહેર માં ગયા પછી સમય ની  હમેશ મારામારી રહે છે કેમ કે કામ પર જવા માટે જ અમુક કલાક લાગી જતા હોય છે, સિવાય કે માણસ નસીબદાર હોય અને તેનું કામ ક્યાંક નજીક માંજ હોય.

સામાન્ય રીતે એમ કહી શકાય કે ગામડાઓ માં ગરીબી અને ટાઇમ બંને માણસો પાસે વધારે હોય, જયારે શહેરો માં માણસો પૈસે તકે સુખી હોય પણ તેમના પાસે ટાઇમ ના હોય. આવી હાલત માં એક સીધું અને પરબારું પરિણામ એમ નીકળે કે લોકો ગામડા માં ધર્મ થી નજીક હોય જયારે શહેરો માં ધર્મ થી દુર નીકળતા જાય.   

દેશાંતર, પરદેશગમન અને હિજરત ની અસરોઃ 

છેલ્લા લગભગ ૫૦ વર્ષ થી એમ લાગે છે કે દુનીયા ઘણીજ નાની થઇ ગઈ છે. હજારો, બલ્કે લાખો માણસો અને કુટુંબો ભારત ખંડથી નિક્ળી ને યુરોપ અને અમેરિકા રહેવા ચલ્યા ગયા છે. સાધારણ રીતે આવા દેશાંતર  આર્થીક સ્થિતી સુધારવા માટે કરવામા આવે છે. તેના સિવાય આ બધા પશ્ચિમિ દેશો માં જો આપણે કરકસરથી રહીએ તો બહુજ જલ્દી થી મુડી ભેગી થાય. એ સિવાય ત્યાં ના રીત અને રીવાજ અને રહેણી કરણી પણ એ રીતનાં છે કે ધર્મની એટલી જરુરત ન લાગે.

વળી પરદેશ થી જ્યારે અમુક લોકો પાછા આવે ત્યારે તેમની આર્થિક પ્રગતિ ને જોઇ ને ઘણા લોકો ને એક વળી વિચાર આવે કે તેમનાં ધર્મ વિશે નાં વિચારો અને ધર્મ પ્રત્યેની આસ્થા માં કંઇક સુધારો કરવાની જરુરત છે કે શું?  આ રીતે પરદેશમાં તો ત્યાંનાં અચાર વિચારો અને સામાજિક જીવન ની રીતો જુદી હોવા થી ધર્મ નો પ્રભાવ  એક તો આમ જ ઓછો અને પછી જો ત્યાં થી આવેલા પરદેશીઓ ને આપણે  અનુસરણ કરવા ની કોશિશ કરીએ તો ધર્મ માં થી આસ્થા એકદમ ઓછી થઇ જાય.  

ગરીબી નું કારણ ધર્મ નું પાલન છે કે ધર્મ નું પાલન ગરીબી લાવે છે?

આ એક સવાલ ઘણા લોકો ના દિલ માં ઉભો થાય છે કે ગરીબી અને ધર્મ બંને માં કારણ કઈ વસ્તુ છે અને પરિણામ શું છે?

એક વાત તો ચોક્કસ કે ધર્મ કંઈ ગરીબી નથી લઇ આવતો. ગરીબી ના લીધે અમુક લોકો ધર્મ માં વધારે માનતા થઇ જતા હશે એમ તો બની શકે છે, કેમ કે તે લોકો ને એમ આશરો હોય કે ઉપરવાળો તેમને ગરીબી માં મદદ કરે.  

એજ રીતે અગર જો આપણે વિચારીએ કે જયારે ગરીબ માણસ પૈસાવાળો થઇ જાય છે તો તેની પાસે ધર્મ માટે કદાચ થોડો ઓછો ટાઇમ રહેતો હશે અને જો કે તે પોતાની રીતે તો ધર્મિષ્ઠ જ હોય પણ આપણા જેવા લોકો ને એમ લાગે તે તો ઓછો ધર્મિષ્ઠ થઇ ગયો છે યા અધર્મી થઇ ગયો છે.

 તારવણી

આ નિબંધ લખવાનો એ જરા પણ મતલબ નથી કે આપણે એક સામાન્ય નિયમ તારવીએ અને તેને એક હમેશ બનતી કોઈ પરિસ્થિતિ તરીકે તેનો કોઈ કાયદો સામે લઇ આવીએ. પણ અત્યાર સુધી તમે જે વાંચ્યું તેનાથી જે આપણે લગભગ રોજ જે પરિસ્થિતિ જોઈએ છીએ તે મોટે ભાગે સામે આવે છે.આના થી એમ તારવી શકાય કે ગામડા ના ગરીબ લોકો ધર્મ થી વધારે નજીક હોય છે અને શહેર માં રહેતા પૈસે તકે સુખી અને તવંગર માણસો ધર્મ થી થોડા દુર થઇ જાય છે. આ નિબંધ નો કેન્દ્રીય વિષય બિલકુલ એમ નથી કે ગામડા ના લોકો ધર્મિષ્ટ હોય છે અને શહેર ના માણસો અધર્મી હોય છે. પણ એક વાત ચોક્કસ કે અત્યાર ના જમાના ના દબાણ, ટાઇમ નો અભાવ, અને  આર્થીક રીતે સુખી હોવા પછી જે અજાણ્યા આવતી કાલ ના ડર ને ટીંગાડવા માટે કોઈ માનસિક આંકડી ની જરૂરત નથી રહેતી.

એટલે એકંદરે આપણે સારાંશ એમ કાઢી શકીએ કે  ગામડા ના રહેવાસીઓ અને ગરીબ લોકો ધર્મ ની વધારે નજીક હોય છે અને શહેર માં રહેતા અને પૈસે ટકે સુખી લોકો ધર્મ થી થોડા ઘણા વેગળા થઇ જાય છે.

Advertisements

2 thoughts on “ધન અને ધર્મઃ લેખક- ડો. બરકતઅલી ચારણીયા-

 1. vat saras kahi che..bahu vicharine ane bahu badha anubhav thi lakheli vat che..gmai..
  me jya sudhi joyu che tya sudhi paisa vala ane mota sahero ma raheta loko dharm ni najik hoy che ke nahi e nathi khabar pan dharm na dekhada same ni najik jarur hoy che…
  derasar ma ane mandiro ma lakho rs nu dan deta loko keva hoy che eno dakhlo aapu..

  1) ek bhai jemne hu odkhu chu..paiso prabhu e etlo aapiyo che ke jeni koi sima nathi..amari j building ma rahe che..amari building ma kachro saf karto vyakti e kahyu have maro pagar vadharo..eni mate to meeting bolavani..ane badhana mat levana..badhano mat sharu thayo koike kahyu pahela ene kaho ke sunday na pan aave..pagar vadharvo hoy to sunday na pan aavvu to pade ne..bija e kahyu pahela ene kahi dyo have aavte varshe nahi vadhariye..maro varo aavyo mane puchva ma aavuuiyu..me javab aapiyo derasar ma lakho rs nu dan deva vakhte kem meeting nathi bolavati..e karvu ena karta to je vyakti aapdo kachro upade che ene paisa vadhare aapva mane vadhare gamshe..koine maro mat na gamiyo.. 🙂

  2) khabar padi derasar ma aambel nu jamnvar 2 mahina mate lailt bhai taraf thi che..badhae bahu vakhan kariya… mane pan saru lagiyu ke saru chalo kaik to kariyu laitbhai e..pan achanak ek var emna bahen rasta ma maliya ..emna modha par thi emna kapda parthi emni garibi chalkati hati..joine dukh thayu ke lait bhai ne potani bahen nathi dekhati..pan derasar ma loko ne khabar pade ne ke bhai aatlu dan kariyu..

  aa dekhada che dharam na name..gar na chokra ganti chate ane baju vada ne lot aapva jay ..evi duniya che..

 2. Vijaybhai, it was a great pleasure to read this article. But my biggest surprise was that Barkatbhai writes so good in Gujarati; especially, when the subject is not light one. Your logical thinking derives a meaningful conclusion. Thanks. Barkatbhai, hearty congratulations. Would like to read more articles from you.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s