નવા મૂલ્યો અને જુના મૂલ્યો મારી દ્રષ્ટિએ … !

  

મૂલ્યો એટલે માન્યતા, મૂલ્યો એટલે વલણો. મૂલ્યો એટલે રીતિનીતિજેના ઢાંચા ઉપર સમાજની ઇમારત ચણાય છે. જેના માપદંડથી સમાજ પરખાય છે. આ મૂલ્યોને નવા કે જુના આપણે ક્યારે કહી શકીએ તે પ્રથમ દ્વિધા છે.

આમ તો આપણો સમાજ પરિવર્તનશીલ છે. કંઈક નવું આવે એટલે જેનું અસ્તિત્વ હતું તે જુનું થાય એ સમાજ હોયવ્યક્તિ હોય કે મૂલ્ય હોયદ્વિધા એ છે કે આ મૂલ્યોને જુના કે નવા કહેવા માટેની એક રેખા દોરવી છે. તો તે રેખા કઈ હોઈ શકે સમય કે પેઢી? જો સમય હોય તો ગઈકાલની વાત જુની ગણવી કે ૧૯૫૦ની વાત જૂની ગણવી? અને જો પેઢી ગણવાની હોય તો કઈ પેઢી? આજે જીવે છે તે નવી અને જૂની એટલે જે જીવતી નથી તે?

આ દ્વિધાનું નિરાકરણ થવું જરૂરી છે આપણે એ સ્પષ્ટતા બહુ યોગ્ય રીતે કરી શકીશું નહીં તેથી એક મર્યાદા સ્વીકારી લઈએ છીએ અને તે આજે જીવતી બે પેઢી એટલે કે પિતા અને પુત્ર, પિતાના મૂલ્યોને જુના ગણીશું. પુત્રના મૂલ્યોને નવા ગણીશું. સમયની મર્યાદા એ બંને પેઢી એમની ને એમની રીતે રજૂ કરશે જપણ મૂલ્ય કંઈ એક જ પ્રકારનું થોડું છે? મૂલ્યના ઘણા બધા પ્રકારો છે અને તે ઘણા બધા પ્રકારોમાં જૂની પેઢી અને નવી પેઢી બંને કેટલીક બાબતોમાં સહમત થતી હોય છે અને કેટલીક બાબતોમાં નથી થતી. આપણે એક પછી એક બધી બાબતોમાં ઉદભવેલા બે મૂલ્યોની ચર્ચા કરીએ અને પછી તેમાંથી મારી દ્રષ્ટિએ શું શ્રેષ્ઠ હોઈ શકે તે પણ લખીશ.

મારા મતે પાંચ પ્રકારના મૂલ્યો છે. વ્યક્તિગત કે નૈતિક મૂલ્ય, આર્થિક મૂલ્ય,સામાજિક મૂલ્ય, રાજકીય મૂલ્ય અને પ્રજાકીય મૂલ્ય.

વ્યક્તિગત કે નૈતિક મૂલ્યની ચર્ચા મારા મતે અસ્થાને છે કારણ કે તે મૂલ્યો વ્યક્તિગત જ હોય છે. ત્યાં  બે પેઢી હોતી નથી તે મૂલ્યો વ્યક્તિ પોતાના અનુભવોથી ક્યારેક બદલે છે પણ તેથી તે મૂલ્યો નવા કે જુના થતા નથી. દા.. સિગરેટ ન પીતો યુવાન તેની વૃદ્ધાવસ્થામાં પણ મહદંશે નહીં જ પીએ. અને ધારો કે કોઈક કારણસર એ પીતો થાય તો પણ તેના મતે ન પીવા વિશેનું મૂલ્ય ઊંચું જ રહેવાનું.

આર્થિક મૂલ્યોની ચર્ચા કરવી જરૂરી છે. કારણ કે તેમાં બે પેઢી જરૂર આવે છે. આપણે બે પેઢીના પ્રતિનિધિ જેવા બે પાત્ર લીધા છે. પિતા અને પુત્ર અથવા વડીલ અને આશ્રિતરિટાયર્ડ થવાની અવસ્થામાં ગવર્નમેન્ટ સર્વિસ કરતો બાપ એના પુત્રને ગવર્નમેન્ટની નોકરી ઉપર રાખતા સૂચન કરતો હોય છે. બેટા સી. આર. ન બગડે તે સતત જોવું. એમની રીતે એ સાચા હોય છે. પરંતુ બે ચાર વર્ષની નોકરી પૂરી થઈ કે તરત જ કટકીકે ટકાની જે આવક બંધાય તે આવકને સાચી આવક માની લેતી નવી પેઢી પણ એમની રીતે સાચી છે.

બાપને મતે બેટાનું કટકીપરાક્રમ કાળઝાળ લાગે ત્યારે બેટો કહેતો હોય તમારા જમાના ગયાઆ જમાનામાં ગવર્નમેન્ટ આપે એ પગારમાં રહેવાય ના. જન્મથી મરણ સુધીના દરેક ક્ષેત્રે કામ કઢાવવું હોય તો પેપરવેઇટ મૂકવું જ પડે. ઇન્કમટૅક્સ પ્રેકટીશનર ઇન્કમટૅક્સ કેમ બચાવવો તે પાર્ટીને સમજાવે અને ઇન્કમટૅક્સ અધિકારીને ત્યાં દિવાળીનું એક પડીકું કવર સાથે મોકલાવી દેવાય એટલે એસેસમેન્ટ ઑર્ડર મળે જબધાની જરૂરિયાત સચવાય છે ભાઈ ! કંઈ વધારે કમાઈને ગવર્મેન્ટને થોડું અપાય છે ?

બાપ કહે બેટા જે દિવસે પકડાઈશ ત્યારે ખૂબ દુ:ખી થઈશ…. ત્યારે બેટાનો જવાબ હોય છે પિતાજીલાખો અને કરોડો રૂપિયાનું કાળું નાણું પકડાય છેમોટા મોટા હેડિંગમાં સમાચાર આવે છે પછી એનું શું થયું તે વિશે કદી આવે છે ખરું? પકડાયેલાને કદાચ જેલ થાય છે પણ તે નાણાંનું શું થાય છે તે ખબર છે? બાપ બિચારો અજ્ઞાનતામાં ડોકુ ધુણાવીને ના કહે ત્યારે જવાબ મળે સોદાબાજી થાય, ઉપરથી નીચે સુધી પડીકા વહેંચાઈ ગયા પછી ભીનું સંકેલાઈ જાય.

સામાજિક મૂલ્યોની વાત જ્યાં આવે ત્યાં જુના જમાનાના એટલે કે પિતાના સમયના કેટલાંક મૂલ્યો જેવા કે લાજ કાઢવી, વાંકડો લેવો, બાળલગ્ન, સતીપ્રથા જેવી કેટલીય વાતો આવી જાય. ઘૂંઘટ કાઢવો વાળી પ્રથા અમલમાં આવી મુસ્લિમ આક્રમણના સમયથી. કારણ કે તે સમયે જીતાયેલી પ્રજાની સ્ત્રીઓ મૂડીમનાતી, તેમના ચારિત્રની રક્ષા નહોતી તે સમયે ઘૂમટો તાણેલો હોય તો મેલી નજરથી બચાતું હતું. દહેજ આપવું કે લેવું એ રિવાજ હતો બાળ લગ્ન કન્યા કેળવણી વિરોધ, સતીપ્રથા વગેરે સમાજના અનિવાર્ય અંગો હતા.

જે નવી પેઢીએ સમાનતાના નામે દૂર કરવા માંડ્યા. મુસ્લિમ રાજ્યોનો હવે ક્યાં ભય છે? કેળવણી પામેલ કન્યા હોય તો માઠે પ્રસંગે જિંદગી કાઢવા ભણતર કામ લાગે. વિધવા વિવાહ અને પુનર્લગ્નો તેમજ આંતરજ્ઞાતીય લગ્નો વધવા માંડ્યાપણ કેટલીક વધુ છૂટોને લીધે બળાત્કારના પ્રસંગો વધવા માંડ્યા…. બીભત્સ ફિલ્મો તથા તેવા સાહિત્યના પ્રચારથી મૈત્રી કરાર, વેશ્યાગમનના પ્રસંગો પણ બનતા ગયા. બ્લેકમેઈલિંગ તથા અપહરણના પ્રસંગો વધતા ગયા.

રાજકીય મૂલ્યો એટલે પારસ્પરિક વિશ્વાસ અને ભાઈચારાથી બે દેશની પ્રજા રહે. જૂના મૂલ્યોમાં રાજનીતિ જેવી કોઈક નીતિનું અસ્તિત્વ હતું. દૂતને દેવ મનાતો. શરણે આવેલ રાજાને માન તથા રક્ષણ મળતું. યુદ્ધના પ્રસંગોએ શંખનાદ પહેલા થતો, સાંજ પડે યુદ્ધ બંધ થતું.

આજે બે દેશની પ્રજા એકમેકને સદા અવિશ્વાસની નજરે જોતી હોય છે. યુદ્ધનો કોઈ સમય જ નહીં, દૂતના સ્વાંગમાં જ દુશ્મનો આવે, યુદ્ધનિશાન સિવાયની પબ્લિક પણ વિમાની હુમલાનો ભોગ બની શકે. વિશ્વશાંતિ સમિતિઓ યુદ્ધ પુરા થયા પછી રચાય. એક વિશ્વ સત્તા એક દેશને તેના સંરક્ષણ માટે શસ્ત્રો પૂરા પાડે તે જ રીતે તેના વિરોધી દેશને પણ સંરક્ષણ માટે શસ્ત્ર પુરા પાડેજેથી બંને લડે પણ તેમનું તરભાણું ભરે.

આ બધા મૂલ્યો ભેગા થઈને એક યા બીજા પ્રકારે પ્રજાકીય મૂલ્યો બને છે. દક્ષિણ આફ્રિકાની કેટલીક પ્રજા નગ્ન જ રહેતી હોય કેકોઈ ફ્રેંચ પુરુષ કોઈ સ્ત્રીને ચુંબનથી અભિવાદિત કરતો હોય તો તે દેશ પૂરતા તે મૂલ્યો સાચા છે. આ મૂલ્યો જૂના કે નવા તે રીતે બનતા હોય છે. તેથી વ્યક્તિગત મૂલ્યોની જેમ પ્રજાકીય મૂલ્યો વિશે પણ ચર્ચા અસ્થાને જ રહેશે….

ચાલો, મૂલ્યો વિશે ચર્ચા કર્યા પછી આ મૂલ્યો મારી દ્રષ્ટિએ કેવા છે તેની ચર્ચા કરીએ.

નવા અને જૂના મૂલ્યોનો સંઘર્ષ પરિવર્તનશીલ કુદરતને કારણે છે. એકકોષીય જીવોમાંથી કુદરતે કોટિ કોટિ બહુકોષી જીવો પેદા કર્યાજળચરમાંથી સ્થળચર થયાવાનરમાંથી નર થયા…. જૂના મૂલ્યો જૂના એટલા માટે થયા કારણ કે નવી મૂલ્યોએ તેમનું અસ્તિત્વ બતાવ્યું. પુરાણ કાળમાં પણ આ મૂલ્યોનું અસ્તિત્વ હતું જ 

દ્યુતને ભારતીય સંસ્કૃતિ અનિષ્ટ કહેતી હતી. તેનાથી પોતાનો તથા સ્વજનોનો વિનાશ થાય છે. તેમ પુરાણકાળમાં પણ મનાતું હતું. તે સમયે યુધિષ્ઠિરને મામા શકુની તથા દુર્યોધનદ્યુત તો રમત છે. રાજાઓ રમતથી ડરતા નથી એમ કહીને દ્યુત રમવા પ્રેરે છે. દ્યુતને યુધિષ્ઠિર નવું મૂલ્ય માની બેઠા જેને કારણે મહાભારતના યુદ્ધનો જન્મ થયો. અને દ્રૌપદીએ પણ કૃષ્ણને કહેવું પડ્યું.

પાર્થને કહો ચડાવે બાણ….હવે તો યુદ્ધ એ જ કલ્યાણ….’

જૂના મૂલ્યોને ટેકે રાજા આદર્શ હોવા જોઈએ. પ્રજાની નાનકડી દરેક ફરિયાદનો નિકાલ થવો જોઈએ, તેઓમાં રાજા પ્રત્યે કોઈ દુર્ભાવના ન હોવી જોઈએ. એવી માન્યતાથી પ્રેરાઈ જઈને ધોબીની નાનકડી તુચ્છ વાતમાં (અલબત્ત આપણી નવી પેઢીની દ્રષ્ટિએ) આવી જઈને પોતાની પ્રિય પત્ની અને આદર્શ સતી સ્ત્રીનો ત્યાગ કરે છે એ જ શ્રી રામને એમના જ બે સંતાનો લવ અને કુશ (નવી પેઢીના પ્રતિનિધિ) કહે છે સીતા વિના તમારી રામાયણ અધુરી રહેશે…. સીતા ત્યાગ એ તમારું ખોટું કદમ છે

મહાભિનિષ્ક્રમણ અનુભવતા સિદ્ધાર્થને તો જરા જુઓપત્ની યશોમતી અને પુત્ર રાહુલને છોડતા ખચકાટ થાય છે, પરંતુ માનવ જરા, રોગ, શોક અને મૃત્યુ  જેવા વિષમ દુ:ખોમાં પીડાય છે તેને મુક્ત કરાવવા જવું જ પડશે…. અને નવા મૂલ્યો શોધતા ભગવાન બુદ્ધના શબ્દો :

તારી વીણાના તાર તું એટલા ન કસ કે તે તૂટી જાય,

અને તેને એટલા ઢીલા ન છોડ કે તેમાંથી સૂર જ ન નીકળે.

નવા મૂલ્યો અને જૂના મૂલ્યોને હું ઉપરોક્ત કથનાનુસાર મૂલવું છું. જૂનું એટલું સારું અને નવું એટલું ખરાબઅથવા તો જૂનું એટલું ખરાબ અને નવું એટલું સારું આ બંને વલણો મારા મતે અંતિમવાદી વલણો છે

ઘણી વખત અનુભવીઓના અનુભવના નિચોડમાંથી જન્મેલા જૂના મૂલ્યો ઘણાં કિંમતી  હોય છે. તેના સ્વીકારથી લાભ અને અનાદરથી નુકસાન થતું હોય છે. અલબત્ત આનો અર્થ એવો નથી થતો કે જૂનું બધું સારું જ છે. અને નવું તેટલું નરસું જ છે. કોઈપણ મૂલ્યનો સ્વીકાર કે અસ્વીકાર ફક્ત તેમને અનુભવની એરણ ઉપરથી પસાર કર્યા પછી જ થાય. અનુભવની એરણ તેને નિષ્ફળ બનાવે તે મૂલ્યોનો અસ્વીકાર જ કરાય અને એ  એરણ તેને સફળ બનાવે તે મૂલ્ય જરૂર સ્વીકારાય.

ગાંધીજીએ આમ જ કર્યું હતું. તેમના સત્યના પ્રયોગો, દરેકે દરેક પ્રસંગોમાં તે અનુભવથી જ શીખતા હતા. તેમના વધુ અભ્યાસ અર્થે  પરદેશાગમન વખતે માંસ મદિરા ત્યાગ અને પરસ્ત્રી માત સમાનના નિયમને ઘણા લોકોએ હસી નાખેલકે બ્રિટન પહોંચતા જ હારી જશે. એના વિના ચાલે જ નહીંપણ ત્યાં પહોંચ્યા બાદ એવી એમને કોઈ જરૂર જ લાગી નહીં.

તેમના સમયનું એક નવું મૂલ્ય હતું. વિદેશી માલ સામાનની હોળી. એ આજનું જૂનું મૂલ્ય છે. આજના નવા મૂલ્યો પ્રમાણે ઇમ્પોર્ટેડ વસ્તુ હોવી એ સ્ટૅટસ સિમ્બોલ ગણાય છે. એ ઇમ્પોર્ટેડ વસ્તુ દેશના વિકાસમાં કેટલો મોટો વિક્ષેપ પાડે છે. તેની ક્યાં ખબર છે? મોજશોખની ઇમ્પોર્ટેડ વસ્તુઓ દ્વારા ખેંચાઈ ગયેલું કેટલું વિદેશી હૂંડિયામણ…. વિકાસોન્મુખી જ્ઞાન મેળવવા કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડત… 

અત્રે એક મૂલ્ય વિશે વિચારવું અસ્થાને નહીં ગણાયઅને તે છે સગવડિયું મૂલ્યઆપણને ફાયદો થાય તે મૂલ્ય સાચુંબીજું બધું ખોટુંજેમ કે બે દીકરીને દહેજ ન દેવું પડે તે માટે આંતરજ્ઞાતીય લગ્ન કરાવતો બાપ દીકરા માટે દહેજની આશા રાખે. કટકી’, ભાવવધારો, કાળાબજાર બધા સગવડીયા મૂલ્યોનો હું સખત વિરોધી છું. મારા મતે તે નપૂંસકીય વલણ છે. જ્યાં લડી શકાતું નથી ત્યાં ચૂપ અને જે લડી શકવાનો નથી તેને દાબી દો. સરકારી પગારમાં ઘરખર્ચ ચલાવી શકવાની અશક્યતાઓનો તેમનો બોલ વેપારી બનેવેપારી એ કટકી અને પડીકા કાઢવાનો ક્યાંથી? અંતે કોઈક તો ભોગ બને જ છે.

ગાંધીજીના સત્યાગ્રહના શસ્ત્રને આ સગવડીયા મૂલ્યોએ કેટલું હલકું બનાવી દીધું છે તેનાથી તો આપણે વાકેફ છીએ જદેશ જ્યારે કોમવાદના હુલ્લડોમાં ફસાયો હતો ત્યારે તેની નૈતિક જવાબદારી પોતાના ઉપર લઈને પ્રાયશ્ચિતરૂપે ઉપવાસ કરતા હતાજ્યારે આજે એ શસ્ત્ર પગાર વધારવા, અનૈતિક દબાણ લાવવા માટે વપરાય છે.

વાતનું સમાપન કરતાં લખું કે નવા અને જૂના મૂલ્યોને અનુભવની એરણ પર ચકાસીને જ સ્વીકારવા જોઇએ. જૂના તેટલા ખોટા અને નવા એટલા સારા કે તેથી વિરુદ્ધ કોઈપણ અંતિમવાદી વલણમાં હું નથી માનતો. સાથે સાથે સગવડોથી મૂલ્યોની હું હિમાયત પણ નથી કરતો.

મારી દ્રષ્ટિએ આવા અનુભવની એરણે સફળ નીવડેલા કેટલાક સનાતન મૂલ્યો છે. જે સમય જતા નિર્વિવાદ સાબિત થયેલા છે તે મૂલ્યો ઉપર જ સમાજ ટકી શકે તેમ છે. અને તે છે સત્ય.અહિંસાઅપરિગ્રહપ્રેમસદભાવ અને કરુણાઈસુ ખ્રિસ્ત, સોક્રેટિસ, ભગવાન બુદ્ધ, મહાવીર, મહંમદ પયગંબર અને કૃષ્ણની ગીતાએ પણ આમ જ કહ્યું છે. સમય બદલાય છે…. સંજોગો બદલાય છેપણ આ મૂલ્યો બદલાતા નથીતેઓ સનાતન છે તેને આપણે સ્વીકારી લઈએઅસ્તુ

One thought on “નવા મૂલ્યો અને જુના મૂલ્યો મારી દ્રષ્ટિએ … !

 1. “Time is changing, Circumstances are changing” Let us see this fact with new vision.
  Tell me
  1. Sun rises from the East how long—?
  2. River flows downwords how long—-?
  3. Put seed in the ground plant come above the ground how long—?
  4. Child stays in mother’s womb how long—?
  5. Janm tenu maran how long—-?
  So what has changed. The Outlook (Drashti) Parivartan e kudaratno afar niyam che. kimtu satya hamesha satya j rahevaanu,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s