બોલતાં શીખો-નીલા નવિન શાહ

જેની  કાયા માં સદાચાર અને જેના મનમા સદવિચાર હોય પણ જેની જીભ કોદાળા છાપ હોય તો તે અનેક ના જીવન બરબાદ કરે છૅ શાસ્ત્ર્રકાર કહે છે કે જેને તરતા આવડે પણ સારુ બોલતા આવડે તેની આખી જીદગી પાણી માં ગઇ કહેવાય. દ્રૌપદી મહાસતિ તરીકે ઓળખાઇ અને દમયંતિ તથા સીતા માત્ર સતિ તરિકે ઓળખાઇ એનુ શું કારણ ? કારણ એટલું કે દ્રોપદિ પોતે જે પતિ સાથે રહે તેના સિવાયના ચારેય પતિને પોતાના ભાઇ સમાન માનતી, તેથી તે મહાસતિ કહેવાઇ. આમ છતા પણ તેની પાસે સારુ બોલવાની કળા નહોતી તેથી મહાભારતનું સર્જન થયુ. રામાયણનુ બીજ મંથરા ના કટૂવચનમાંથી ઉત્પન્ન થયું. 
 
 આપણા શરીરમાં ઇદ્રિંયો પાંચ. આંખ, કાન, નાક, વગેરેતે પોતે બે, પણ કામ કરે એક. જ્યારે જીભ એક છે પણ કામ બે કરે બોલવાનું અને ખાવાનું. અંદર જાય ત્યારે પાપ બંધાવે અને બહાર આવે ત્યારે પણ પાપ બંધાવે. સીત્તેર વર્ષની ઉંમરે પહોંચેલાની બધી ઇંદ્રિયો નકામી બને પણ જીભ એક મજબુત રહે.
 
સોની  જેમ જોખી જોખીને આપે તેમ વાણી પણ જોખી જોખીને બોલવી જોઈએ. જે પાણીને નિયંત્રણ ના હોય તે ગામોનાં ગામોને નુકશાન પહોંચાડી શકે તેજ રીતે જે વાણીને નિયંત્રણ હોય તે વાણી અનેક નાં જીવનને નુકશાન પહોંચાડે છે. સત્ય વાણીનું ભુષણ છે તો અસત્ય વાણીનું દુષણ છે. સત્યનું અનિવાર્ય પરિબળ્ છે કડવાશ તેમ લીમડાનું પણ અનિવાર્ય પરિબળ છે કડવાશ. સત્ય ગમે તેટલું કડવું હોય તો પણ તે લીમડાનાં કડવાશની જેમ અપનાવી લેવું જોઇએ, કારણ કે પરિણામે તે હીતકારી હોય છે. ડોક્ટર સારો રીપોર્ટ આપે તે ગમે કે સાચો રીપોર્ટ આપે તે ગમે?
 
 સત્ય બોલવું સહેલું છે પણ સાંભળવું અઘરું છે.વાણી જેટલી સંયમીત તેટલું તેનું મહત્વ વધારે. 
વાતને સમર્થન આપતી એક દંતકથા છે. રાજા રાણી બંને સુતેલા. રાણીનાં ગળામાં પડેલો હાર બોલ્યો હું ચઢીયાતો, ત્યાં રાજાનો મુગટ કહે ના ચઢીયાતો તો હું . ઝાંઝર કહે રાણી ને તો હું ગમું કારણ કે હું મીઠો અવાજ પણ કરું. ત્યાં રાજા બોલ્યા કે તેથી તો તારૂં પગમાં સ્થાન છે જ્યારે મુગટ અને હારનું સ્થાન તારાથી ઘણું ઉંચે છે. જે વાણીનો વધારે ઉપયોગ કરે તેનુ સ્થાન હંમેશા નીચું જ હોય. તેથી જ્યારે પણ બોલો ત્યારે મર્યાદામાં રહીને બોલો. 
 
ઓછું બોલવું અને ટેલીગ્રામની ભાષાની જેમ જોખી જોખીને બોલવું. અજ્ઞાની બોલ્યા પછી વિચારે જ્યારે જ્ઞાની વિચાર્યા પછી બોલે. જેમ કે એક રાજાને સ્વપ્ન આવ્યું તે સ્વપ્નનું ફળકથન માટે એક જ્યોતિષને બોલાવ્યો. તેણે અર્થ ઘટન કર્યું કે તમારા બધા સગા વહાલા તમારી હાજરીમાં મૃત્યુ પામશે ત્યારે ક્રોધીત થયેલા રાજાએ જ્યોતિષને દંડ આપ્યો. એજ ફળકથને બીજા જ્યોતિષને શીરપાવ અપાવ્યો. પેલા જેલમાં ગયેલા જ્યોતિષે બીજા જ્યોતિષને પુછ્યું કે સ્વપ્નનું ફળકથન તો તે છે ત્યારે બીજા જ્યોતિષે કહ્યું હા ફળ તો તેજ છે ખાલી કથન કહેવાનો પ્રકાર બીજો હતો. મેં તેમને કહ્યું કે તમે તમારા બધા સગા વહાલા કરતા વધુ જીવશો. આમ કાણાને કાણો કહેવાને બદલે શેણે ખોયા નેણ કહેવાનો મને શીરપાવ મળ્યો.  
વાણી સત્યની સાથે હીતકારી હોવી જોઇએ. જો સામાનાં હીતની હોય તેવી વાણી બોલવી. અહીતકર વાણી શક્ય હોય ત્યાં સુધી બોલવી નહીં. અને જો કોઇ કારણસર બોલવી પડે તો અહીતકર વાત નબળી પાડે તેવી વાત કરવી. બા ને કદી બાપાની બૈરી ના કહેવાય.આમ બોલનારો પોતાની વાણી દ્વારા પોતાની મુર્ખતાનો પરિચય આપે છે. 
 
શબ્દ શબ્દ ક્યા કરે, શબ્દ કો હાથ પાંવ  
એક શબ્દ મર્હમ બને, એક શબ્દ કરે ઘાવ 
   
 શબ્દોની અભિવ્યક્તિ પણ મહાભારતનું કારણ બને છે જેનું જીવંત ઉદાહરણ દ્રૌપદી ની જીભ હતી. તેનું એક વાક્ય પાંડવો અને કૌરવોનાં અંત સમાન મહાભારતમાં ફેરવાયું. “આંધળાનાં દીકરા તો આંધળા હોયને?” તે અપ્રિય રીતે ઉચ્ચારાયેલ અર્ધ સત્ય હતું ઉપાલંભ હતો.પણ તે કારણે દુર્યોધનનાં અહંને વાગેલી ઠેસ્ અત્યંત લોહીયાળ મહાભારત યુધ્ધમાં ફેરવાયું.  
 

જે બોલો તે પાળવાની તૈયારી રાખવી …..રામચંદ્રજીની બાજુમાં હનુમાન બેઠા છે. સામેથી વિભિષણ આવે છે અને રામચંદ્રજી તેમને લંકા નરેશ કહીને બોલાવે છે.ત્યારે હનુમાનજી કહે લંકા તો આપણે જીતી તો વિભિષણ ક્યાંથી લંકાનરેશ થયા? રામચંદ્રજી કહે લંકા ભલે આપણે જીત્યા પણ રાજાને સ્થાને રાજ્યાભિષેક તો વિભિષણનો થશે. આમ કહી રામચંદ્રજીએ પારકાનુ પચાવી નહી પાડવાની રીત જાહેર કરી અને વિભિષણ ને પણ હૈયે ધરપત થઈ કે લંકા નરેશ થઇને તે રાજ્ય કરશે. હનુમાનજીએ પ્રતિપ્રશ્ન કર્યો કે અને જો રાજા રાવણ હારેજ નહીંતો..? તે સમયે રામચંદ્રજી મક્કમતાથી કહ્યું તો તેમને અયોધ્યાની ગાદી આપીને પણ મારુ તેમને રાજા બનાવવાનું પ્રણ પુરુ કરીશ્.તેથી તો કહ્યું છે ને કે રઘુકુલ રીત ચલી આઇ પ્રાણ જાયે પર વચન ના જાયે. 

 
 કુતરું ભસે, ગધેડું ભુંકે, હાથી ચિત્કારે, ઘોડો હણ હણે, મોર કેકારવ કરે, કોયલ મીઠું ટહુકે, સિંહ ગર્જે, કૂકડો બાંગ પોકારે અને કાગડો કા કા કરેત્યારે તમે શું કરો?રસોડામાં ભાંભરો, નબળાની સામે ગર્જો, પણ કદી વિચાર્યું છે કે ટહુકાની કે કેકારવ ની ભાષા આપણે બોલીયે તો કેવા રૂડા લાગીયે?
 
 પાપ તાપ અને સંતાપ સમાવતી ધીર વીર અને ગંભીર વાણી જે ખુબ વિચારાઈને બોલાઈ હોય તે અન્યનાં મનને શાંતિદાયી હોયે તો કેવું સુંદર વાતાવરણ સર્જે…    

 

 

 કુતરું ભસે, ગધેડું ભુંકે, હાથી ચિત્કારે, ઘોડો હણ હણે, મોર કેકારવ કરે, કોયલ મીઠું ટહુકે, સિંહ ગર્જે, કૂકડો બાંગ પોકારે અને કાગડો કા કા કરેત્યારે તમે શું કરો?રસોડામાં ભાંભરો, નબળાની સામે ગર્જો, પણ કદી વિચાર્યું છે કે ટહુકાની કે કેકારવ ની ભાષા આપણે બોલીયે તો કેવા રૂડા લાગીયે?
 
 પાપ તાપ અને સંતાપ સમાવતી ધીર વીર અને ગંભીર વાણી જે ખુબ વિચારાઈને બોલાઈ હોય તે અન્યનાં મનને શાંતિદાયી હોયે તો કેવું સુંદર વાતાવરણ સર્જે…    

 

 

Advertisements

4 thoughts on “બોલતાં શીખો-નીલા નવિન શાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s