ધર્મ આચરણ મન વચન અને કાયાથી થતુ હોય છે
મનથી થતુ ધર્માચરણ એટલે ધારણા ધરવી..નિયમ કરવો નીતિમત્તા સમજવી.
વચનથી થતુ ધર્માચરણ એટલે લીધેલ નિયમો પાળવા આમ કરવાથી ધારેલ ધારણા શ્રધ્ધામાં પરાવર્તીત થતી જણાય
કાયાથી ધર્માચરણ એટલે તપ જે શ્રધ્ધને અડગ કરે છે.
સામાન્ય બુધ્ધી (સા.બુ.) એમ કહે છે.કે બુધ્ધીને જ્યારે મર્યાદા આવે ત્યારે શ્રધ્ધા જન્મે અને જે શ્રધ્ધેય બને તે મનનાં ઉધામા શન કરતા નથી..તેઓ ધર્મ પુસ્તક કે ધર્મગુરુને માનતા થઇ જાય છે. જ્યારે ધર્મ પુસ્તકોનુ અર્થ ઘટન કરતા ધર્મગુરુઓ તેમની સમજને ધર્મસમજ નું નામ આપીદે ત્યારે મર્કટ મનને ઉધામાનું મોકળુ મેદાન મળે છે. તેથી સ્વાધ્યાયની જરુરત સમજાય છે.
Advertisements
બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા
તે પછીના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા…..
પંક્તિ કોની છે એ યાદ નથી….